________________ 17 પાછા ઉપકારની પ્રવૃત્તિ કરી, ચાલ દેશમાં આવીએ, સગાસંબંધીઓ સાથે રહીશું” એવું પ્રભુએ રાખ્યું જ નથી, એ તે સ્વજનેનો ત્યાગ તે જીવનભર માટે સર્વથા ત્યાગ. વળી ભગવાનની સ્વ-પર-ઉપકારની પ્રવૃત્તિ પણ કેવી નિર્દોષ કે એમાં સમસ્ત ષડૂ જવનિકાયમાંના એક સૂક્ષ્મ પણ જીવની હિંસા નહિ! હિંસામય આરંભ સમારંભ નહિ! કિંતુ ષકાય જીવોની રક્ષાની જ પ્રવૃત્તિ રાખે છે. વળી પ્રભુ કઈ અનુકૂળ સ્થળ વગેરેની મમતા વિના વિચરતા રહી જ્યાં પહોંચે ત્યાં પણ એક જ કામ નિર્દોષ ધર્મદેશનાનું જ કરે છે. આવા ભગવાનની વાણિયા સાથે સર્વથા સમાનતાકેમ કહી શકાય? ત્યારે જે કહો કે “મહાવીર પ્રભુની વેપારી વણિક સાથે અંશે સમાનતા કહીએ છીએ, તે એટલા અંશે સમાનતા બરાબર છે કે જેમ વાણિ લાભ માટે જ્યાં ત્યાં જઈને નહિ પણ માત્ર દેશમાં જઈને પ્રવૃત્તિ કરે છે, એમ પ્રભુ પર પરેપકારના લાભ માટે માત્ર એગ્ય દેશમાં જઈને ધર્મદેશનાની પ્રવૃત્તિ કરે છે, કિન્તુ વાણિયાની જેમજ જ્યાં ત્યાં જેમ તેમ ફરવાનું કરતા નથી. પરંતુ આવી આંશિક અતિ અલ્પ સમાનતાથી ભગવાનને વાણિયા જેવા થડા જ કહેવાય? વેપારી કરતાં ભગવાનમાં મેટો ફરક : આદ્રકુમાર મહર્ષિ આગળ વધતાં વાણિયા અને પ્રભુ વચ્ચે એક જોરદાર ફરક એ બતાવે છે કે વાણિયા તે (1) માટીના ધનને શોધતા ફરનારા હોય છે, વળી (2)