________________ 138 હે ભૂદેવ! જેમ બિલાડો માંસન અથી બની ઘરઘર. ભટકે છે, એમ ક્ષત્રિય કુલોમાં ઈષ્ટ-મિષ્ટ આહારની શેધમાં ભમતા રહેનારા એવા બે હજાર સ્નાતકે માટે જે મેટા જીવહિંસામય આરંભ–સમારંભે કરીને ઈષ્ટમિષ્ટ ભેજને. તૈયાર કરે છે, ને એમની ભજન-ભક્તિ કરે છે, એ શી. રીતે સ્વર્ગમાં જાય? કેમકે, (1) જે સ્નાતકને પિતાના માટે આવા જીવહિંસામય આરંભ કરાવવા આપે છે, તેમજ જે (2) ઈષ્ટ-મિષ્ટ આહારના લોલુપી છે, એમને જીવો પ્રત્યે દયા ક્યાં રહી? અને આહાર–રસ પ્રત્યે ગૃદ્ધિ કેટલી? એવા દયા વિનાના ને રસ–લંપટોને દાનના સત્પાત્ર કેમ કહેવાય? અસત્પાત્રની ભક્તિથી સ્વર્ગપ્રાપ્તિ થાય જ શી રીતે ? તો તે બિલાડીઓને પિષવાથી ય સ્વર્ગ મળે! (1) જે માંસાહાર સુદ્ધાંની તીવ્ર લાલસાવાળા છે, (2) રસ-. ગારવ અને શાતાગારમાં જે ચિપકેલ છે, ને (3) જિહુવા ઈન્દ્રિયને પરવશ છે, તે ય પાછા (4) જે ઉત્તમદયા–પ્રધાન આહંતુધર્મની ધૃણા કરે છે, નિંદા કરે છે, અને (5) જે જીનાં કચ્ચરઘાણને ઉપદેશનારા ધર્મની પ્રશંસા કરે છે, એવા શીલહીન–વ્રતહીન એકની પણ ભક્તિ કરવા માટે એના નિમિત્તે જીવહિંસામય સમારંભ કરે, અને એવું કરીને પાછા પિતાને ધાર્મિક માને, એ મેહમૂઢ છે. મેહમૂઢતાની પ્રવૃત્તિમાં સદ્ગતિ શી રીતે થાય? વળી “બ્રાહ્મણો બ્રહ્માના મુખમાંથી જન્મેલા છે,.