________________ ગા 144 બંનેના ધર્મમાં બહુ સમાનતાઓ છે, એ ધર્મ સાધવા. આપણે નીકળ્યા છીએ અને પૂર્વ કાળે ધર્મમાં સારી રીતે. રહેલા, વર્તમાનમાં સ્થિર, અને ભવિષ્યમાં પણ લીધેલી પ્રતિજ્ઞાને બરાબર નિર્વાહ કરવાના દઢ નિર્ણયવાળા છીએ. પરંતુ નહિ કે, - બીજાઓમાં આવે છે તેમ મેટો “વ્રતેશ્વર યજ્ઞ કરવા માટે પ્રવ્રજ્યા મૂકી દેનારા, ને એ રીતે પ્રતિજ્ઞા. ત્યાગ કરનારા. વળી આપણે બંને માનીએ છીએ કે, સાધક શીલવ્રત–નિયમ એ આચારપ્રધાન જોઈએ, પરંતુ આચાર વિનાના શુષ્ક સાધક નહિ. વળી મેક્ષના સાક્ષાત્ કારણ તરીકે અમે શ્રુતજ્ઞાન કહીએ છીએ, તેમ તમે કેવળજ્ઞાન કહે છે. આમ મોક્ષનું અનંતર કારણ જ્ઞાન માનવામાં આપણે સમાન છીએ. વળી હે આદ્રકુમાર? “પિતાના કર્મથી છવ. સંસારમાં ભમે છે, એ માનવામાં આપણે સમાન છીએ. વળી “કારણમાં કાર્ય છુપું હોય એ જ પ્રગટ થાય, એટલે એ ઉત્પન્ન થયું કહેવાય છે, એ સત્કાર્યવાદ આપણે બંનેને માન્ય છે. વધારામાં સાચા સિદ્ધાન્તરૂપે માત્ર એક જ વ્યાપક રીતન્ય બધા શરીરમાં સંબદ્ધ છે” એ સિદ્ધાન્ત અમે માનીએ છીએ, અને એ સંપૂર્ણ લક્ષણ છે. તેથી હે આદ્રકુમાર આવું સંપૂર્ણ દર્શન તમે સ્વીકારી લે.” એકદડી (સાંખ્ય) મતનું નિરાકરણ આકાર મહર્ષિ કહે છેઆત્મા એકાતે નિત્ય ન ઘટે :