________________ 146 હવે તમે એકાંતવાદી છે તેથી માટીમા ઘડે “સત્ " એટલે એકાંતે સત્ કહે છે, એટલે કે કાર્ય કારણમાં સર્વથા સત્ જ છે. સર્વાત્મના રહેલું જ છે. પછી એ કારણથી કાર્ય સ્વરૂપે જુદું પાડવાનું કાંઈ જ ન રહ્યું ! તે કાર્ય ઉત્પન કરવાની મહેનત વ્યર્થ જશે! જ્યારે અમારે તે અનેકાંતવાદ માન્ય છે, તેથી કાર્ય એ કારણમાં સ-અસત્ છે, સત્ પણ ખરું, ને અસત્ પણ ખરું. કેમકે અમારે દ્રવ્ય - પર્યાયને સિદ્ધાન્ત છે, એટલે કાર્ય કારણમાં દ્રવ્યરૂપે ભલે સત્ છે, પરંતુ પર્યાયરૂપે સત્ નથી, તેથી તેને ઉત્પન્ન કરવાની મહેનત યુક્તિયુક્ત છે. તેથી જ અમે, સની વ્યાખ્યા આ કહીએ છીએ કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ " અર્થાત્ સત્ તે છે કે જે ઉત્પત્તિ-નાશ - ધ્રુવતા આ ત્રણેય ધર્મવાળું હાય. દ્રવ્ય - પર્યાય ઉભયવાદી અમારે આ સિદ્ધાન્ત છે; તેથી કાર્યના અલગ અલગ ઉત્પત્તિ - નાશ ઘટી શકે. દ્રવ્યરૂપે ધ્રુવ, અને પૂર્વોત્તર પર્યાયરૂપે ઉત્પત્તિવિનાશશાલી.. વગેરે બધું ઘટી શકે છે “તમારી કેઈ સની એવી વ્યાખ્યા નથી, તમારે તે “સતુ એટલે સર્વથા છે છે ને છે જ, કોઈ પણ રીતે અસત નથી.” આમાં જે “છે,” તે ઉત્પન્ન કરવાનું શું રહે? જો કહે કે “કાય કારણમાં કારણરૂપે પ્રગટ છે, કાર્યસ્વરૂપે પ્રગટ નથી, તેને પ્રગટ કરવું પડે, તે તે એમ કહેવાને અર્થ તે એ થયે, કે “કારણમાં કાર્ય ભલે કારણરૂપે સત્,