________________ 148 “આમ તમારા સિદ્ધાન્ત અસર્વજ્ઞના કહેલા છે. તેથી એકાન્તવાદી અને અધુરા છે, યુક્તિ-બાધિત છે. એ સિદ્ધાન્ત, સર્વજ્ઞના અનેકાન્તવાદી, સંપૂર્ણ સત્ય, અને ત્રિકાલાબાધિત. સિદ્ધાન્તને માનનારા એવા મને, તમે સ્વીકારી લેવા કહો છો? Lએ તો જે સર્વજ્ઞ છે, એ જ સંપૂર્ણ ચૌદ રાજલેકને, એમાં ભમતા અનંતા જીવોને, તથા એમને ભટકવાના. કારણેને જોઈ શકે છે, તેમજ ક્યા ઉપાયોથી એ મુક્ત થાય. એ જઈ શકે છે. એટલે, સર્વજ્ઞ જ તત્ત્વ-સિદ્ધાન્ત-માર્ગ જાણે: “એ સર્વજ્ઞ જ સંપૂર્ણ જીવ-અવ આદિ સત્ય તો, અનેકાંતવાદાદિ સત્ય સિદ્ધાન્તો, અને સત્ય મોક્ષમાર્ગ યાને મોક્ષના સાચા ઉપાય બતાવી શકે. બાકી જેને આ સમસ્ત લોકનું દર્શન જ નથી. તેમજ અતીન્દ્રિય આત્મા કર્મ વગેરેનું જેને પ્રત્યક્ષ જ્ઞાન નથી, એ યથાર્થ તત્ત્વ, સત્ય સિદ્ધાન્તો, તેમજ યથાર્થ મેક્ષમાર્ગ યાને મેક્ષ–ઉપાયે શું બતાવી શકે ? એટલે જ એવા અ–સર્વ મઃકલ્પિત તત્ત્વ અને મન કલ્પિત ધર્મમાગ બતાવવા જાય, એ સંસારના કરૂણાપાત્ર જીવોને રવાડે ચડાવનારા છે, અને સંસારની દુર્ગતિઓમાં ભટકાવનારા છે. “એ તો જેમ કેઈ કારણે કેઈ અરણ્યમાં મૂકાઈ ગયેલા અનેક મનુષ્યમાં જે મનુષ્ય સંપૂર્ણ માર્ગ જાણનારે હોય, એ પિતાને અને સાથેના બીજાઓને માર્ગે ચડાવી દઈ અરણ્યમાંથી બહાર કાઢી શકે છે, એમ અહીં,