________________ પરંતુ પિતાના સ્વરૂપે અસત્ છે; પણ વસ્તુમાત્રને એકાન્ત સત્ માનનારા તમારાથી એમ સત્—અસત્ કહેવાય નહિ... - આત્મા એક જ નથી : વિશ્વવ્યાપી નથી : વળી તમે આત્મા જે એક જ અને સર્વવ્યાપી માને, તે એમાં કોઈ જીવ નારક, કેઈ દેવ, કે મનુષ્ય, કેઈ તિર્યંચ - એ ભેદ ન ઘટે. તેમ એક જ સ્વરૂપના આત્મામાં ક્યારેક એ બાળ, ક્યારેક કુમાર, ક્યારેક યુવાન. એમ પણ ભેદ ન માની શકાય. એમ બધે આત્મા જે વ્યાપક યાને વિશ્વવ્યાપી છે, તો પોતપોતાના કર્મ અનુસારે આત્મા સંસારમાં ભટકતો છે, - એ ન બોલી શકાય. એ તો જે આત્મા વિશ્વવ્યાપી નહિ પણ દેહવ્યાપી માને, તેમજ એક નહિ પણ અનેક આત્માઓ માને, ને એ દરેકના જુદાજુદા કર્મ માને, તે જ એમ બેલી શકે. વળી જગતમાં એકજ આત્મા માનનારો ભેદ ન પાડી શકે કે “અમુક આત્મા ક્ષત્રિય, અમુક બ્રાહ્મણ,....” વગેરે. એમ “અમુક આત્મા મનુષ્ય, અમુક તિર્યંચ; તેમાં પણ અમુક પશુ, અમુક પંખી; પશુમાં પણ અમુક ગાય, અમુક ભેંસ,.” વગેરે વગેરે ભેદ પાડીને કણ બોલી શકે ? એક અદ્વિતીય આત્મવાદી ન બેલી શકે. એ તે અનેક આત્મવાદી જ બોલી શકે. ત્યારે જગતમાં એક જ આત્મા માનનાર એવું પણ કેમ કહી શકે કે “અમુક આત્મા સુખી, ને અમુક દુઃખી? અમુક પંડિત ને અમુક મૂર્ખ ? - આત્મા જે વિશ્વમાં એકજ છે, તો એવા ભેદ કેમ પાડી શકાય ? વળી આત્માને સર્વ—વ્યાપી માન, એય યુક્તિ-વિરુદ્ધ છે; કેમકે એમ આખા વિશ્વને વ્યાપેલે હોય, તેં તો એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું શુ રહે ? આખા વિશ્વમાં વ્યાપેલાને ગતિ શી ? ગમન શું ?