________________ 143 'जटी मुण्डी शिखी वापि, यत्र तत्राश्रमे रतः / પંચવિંશતિ તત્ત્વજ્ઞો, મુતે નાત્ર રાયઃ " અર્થાત્ “પચીસ તત્ત્વને જાણકાર હોય, પછી ગૃહસ્થાશ્રમ વગેરે ગમે તે આશ્રમમાં રક્ત જટી, મુંડી, શિખી કઈ પણ હોય, તે મોક્ષ પામે છે. માટે આ અમારો સિદ્ધાંત -જ શ્રેયસ્કર છે. બીજા સિદ્ધાંત નહિ. વળી હે આદ્રકુમાર ! તમે જુઓ કે અમારો સાંખ્ય ધર્મ અને તમારે અહંત ધર્મ એ બે જુદા ધર્મ છતાં કથંચિત્ યાને અમુક અંશે સમાન છે; કેમકે જેમ અમારે પુરુષ–પ્રકૃતિનું જુદું જુદું અસ્તિત્વ છે તેમ, તમારે પણ જીવ કર્મનું અલગ અલગ અસ્તિત્વ છે, તો જ પુણ્ય–પાપ, બંધ–મેક્ષ ઘટી શકે, ને એટલા જ માટે પુણ્ય માર્ગમાં. પ્રવૃત્તિ થાય,'-એ સિદ્ધાન્ત છે; પણ નહિ કે, નાસ્તિકની માન્યતા મુજબ આત્માનું અસ્તિત્વ જ ન સ્વીકારીને પ્રવૃત્તિ થાય. એટલે અમારે તમારે આત્માના અસ્તિત્વની તથા પુણ્યપાપાદિ હોવાની માન્યતા સમાન છે. વળી જેમ અમારે તેમ તમારે પણ બૌદ્ધની માફક અંતરાત્માને અભાવ માન્ય નથી. બૌદ્ધો તો આખું જગત અને આત્મા માત્ર એક ક્ષણિક વિજ્ઞાન રૂપ જ માનતા હોવાથી એમને અલગ અંતરાત્મા જેવી વસ્તુ જ નથી. વળી જેમ અમારે અહિંસા–સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય –અપરિગ્રહ એ પાંચ યમ માન્ય છે, એમ તમારે એ જ પાંચ મહાવ્રત માન્ય છે. વળી ઈન્દ્રિયનાઈન્દ્રિય (મન) નો નિગ્રહ આપણે બંનેને સમાન કર્તવ્ય છે. આમ આપણા