________________ [33] એકદંડી (સાંખ્ય) સન્યાસી સાથે ચર્ચા મહર્ષિને એકદંડી સંન્યાસી કહે છે, “હે આદ્રકુમાર! આ તમે આ સર્વ આરંભ-સમારંભમાં પ્રવર્તમાન અને શબ્દાદિ ઈંદ્રિય-વિષામાં લુબ્ધ, તથા માંસાહારના ભેજનથી રાક્ષસ જેવા આ જનેના કુમતોને નિરાસ કરી નાખ્યો, તે બહુ સારું કર્યું. એટલે જ હવે તમારે અમારે “સાંખ્ય” સિદ્ધાંત સ્વીકારી લેવો યુક્તિયુક્ત છે. તમે તે સાંભળે અને સાંભળીને મન પર લઈ લે.” એકદંડી કહે છે, સાંખ્યમત અમારો સિદ્ધાંત એ છે કે, મૂળ તત્ત્વ “પ્રકૃતિ” છે, અને તે સત્ત્વ-રજસ–તમસ ત્રિગુણાત્મક છે. આ પ્રકૃતિ- માંથી મહત્ તત્વ ઉત્પન્ન થાય છે, મહત્ તત્ત્વમાંથી અહં. કાર, અને અહંકારમાંથી ચક્ષુ શ્રોત્ર... વગેરે 5 જ્ઞાનેન્દ્રિય - હાથ-પગ..... વગેરે 5 કર્મેન્દ્રિય, અને મન (આંતરિન્દ્રિય - -અંતઃકરણ), એ 11 ઇંદ્રિય, તથા 5 સૂમ શબ્દાદિ - તન્માત્રા, - એ ષોડશગણ પેદા થાય છે. એમાંની પાંચ * તન્માત્રામાંથી પૃથ્વી-જળ. આદિ પાંચ ભૂત ઉત્પન્ન થાય છે. કુલ આ 1 + 1 + 1 + 16 + 5 = 24 તત્ત્વ એ બધાં જ જડ તત્ત્વ છે. એમાં ચેતન તત્ત્વ 1 પુરુષતત્વ ઉમેરાય, એટલે કુલ 25 તત્વ થાય. કહ્યું છે–