________________ 140 कायिकैः कर्मणां दोषैर्याति स्थावरतां नरः। . वाचिकैः पक्षिमृगता, मानसैरधर्मजातिताम् / / અર્થાત્ “કર્મના કાયિક દોષથી માણસ સ્થાવર (વૃક્ષાદિપણું પામે છે. વાચિક દોષથી પક્ષીપણું હરણિઆપણું વગેરે પામે છેઅને માનસિક દોષોથી શુદ્ર જાતિપણું પામે છે.” આ બતાવે છે કે, સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્માના મુખથી બ્રાહ્મણે જન્મેલા માટે બ્રાહ્મણજાતિ હંમેશ માટે ઊંચી,” -એ વાત બિલકુલ બરાબર નથી. અલબત્ ગુણથી ઊંચાપણું– ઉત્તમપણું કહી શકાય. પરંતુ તે કયા ગુણો? અહિંસાસત્ય-ક્ષમા-બ્રહ્મચર્ય વગેરે, પરંતુ, નહિ કે આવા ગુણો કે “ઘાનિ નિયુચને પરશુળ મધ્યમેકનિ” . અર્થાત્ દિવસના મધ્યભાગે સે પશુઓને યજ્ઞમાં વધ કરે.....” વગેરે. કદાચ કહો, - પ્ર- આ તે વેદશાસ્ત્ર-કથિત છે, માટે દોષરૂપ ન કહેવાય ને? ઉ– કેમ ન કહેવાય? કારણ કે આ પણ વેદશાત્રે જ કહ્યું છે, કે મા હિંસાત્ સર્વભૂતાનિ !" બધાય જીવોની અર્થાત્ કઈ પણ જીવની હિંસા ન કરવી’, એમ વેદમાં જ કહ્યું છે. આમ વેદશાસ્ત્રમાં પૂર્વાપરવિરોધ આવે છે. એવું જ વૈદિક શાસ્ત્રમાં જે કહ્યું છે કે, -