________________ [32] વેદવાદી બ્રાહ્મણો સાથે ચર્ચા બ્રાહ્મણે કહે- “હે આદ્રકુમાર ! તમે આ બંને વેદબાહ્ય મતનું નિરાકરણ કર્યું. એટલે જ હવે તમારે જેવાએ વેદબાહ્ય આહંતમતને પણ આશ્રય કરવા જેવો નથી; કેમકે તમે ક્ષત્રિય છે, અને ક્ષત્રિયોએ તે બ્રાહ્મણની જ ઉપાસના કરેલી છે, તેથી તમારે પણ બ્રાહ્મણની જ ઉપાસના કરવી એગ્ય છે, શુદ્રોની ઉપાસના નહિ; કેમકે બ્રાહ્મણે સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ છે. માટે તમારે યજ્ઞ-યાગાદિનાં વિધાને પાળવા દ્વારા બ્રાહ્મણ ધર્મની ઉપાસના કરવી એ શ્રેયસ્કર અને શાભાભર્યું છે. હે રાજપુત્ર મુનિ! જુઓ, બ્રાહ્મણો કેવા પવિત્ર જીવનને જીવે છે ! એ નિત્ય ષટ્કમ રક્ત રહે છે, અને વિદેનું અધ્યયન-અધ્યાપન કરતા રહે છે. વળી શૌચાચારને પ્રધાન બનાવતા હોવાથી નિત્ય સનાન કરે છે, તેમ બ્રહ્મચારી તરનાક હોય છે. એમની મહાનતા કેવી, તે કે “શાત્રે કહ્યું છે આવા 2000 સ્નાતકને ઇછિત આહાર જમાડે એ પુણ્યને શેક ઉપાજી દેવલોકમાં જાય છે!” માટે તમે આવા -મહાન સ્નાતક, ષટ્કર્મ-રક્ત, વેદપાઠી, શૌચાચારથી પવિત્ર નિત્ય સ્નાનકારી, અને બ્રહ્મચારી બ્રાહ્મણ બની જાઓ.” મહર્ષિ વેદધર્મનું ખંડન કરે છે. આદ્રકુમાર મહષિ એને જવાબ આપતાં કહે છે કે