________________ 129 કલ્પી મરણાન્ત ત્રાસ આપવામાં કોઈ પાપ ન લાગવાની માન્યતા પણ તદ્દન બ્રાન્ત માન્યતા છે, અનાર્ય માન્યતા છે. જૈનધર્મમાં બધી પ્રામાણિક જ માન્યતા હેવાની સૂચક આહારવિધિ : મહર્ષિ કહે છે,- “તમે કદાચ અમને પૂછે કે, ‘અમારે ત્યાં ભ્રાન્ત માન્યતાઓ છે, તે શું તમારે ત્યાં બધી પ્રામાણિક માન્યતાઓ છે?” તો અમારે ઉત્તર એ છે કે, “સર્વજ્ઞના શાસનમાં પહેલાં તે મુનિઓને આહારવિધિ કેવી કહી છે એ જુઓ. | મુનિઓ ભિક્ષા લેવા જતાં જીવેને પીડા ન થાય એ મુખ્યપણે જુએ છે. તે પણ જાતે તો પીડા નહિ કરવાની એટલું જ નહિ, પરંતુ બીજા પાસે પીડા કરાવવાની પણ નહિ, બીજા કરે એમાં સીધી કે આડક્તરી અનુમતિ પણ રાખવાની કે આપવાની નહિ. એટલે? દા. ત. મુનિ માટે કેઈએ ભક્તિથી કાંઈરાંધ્યું–કર્યું હોય, તો મુનિ એ લેવા જતાં રઈ વગેરેમાં પોતાના નિમિત્તે થયેલી જીવહિંસામાં પિતાની અનુમતિ સમજે છે, તેથી એ લેતા નથી. એમ લેતી વખતે પણ “દાતાર કઈ અગ્નિ આદિના જીવોને કિલામણા તો નથી કરતો ને ?" એ પણ જુએ છે. આમ 42 દોષ રહિત શુદ્ધ આહાર જ લાવીને વાપરે છે; પણ નહિ કે તમારી જેમ 42 માંના કેઈ દોષ જોયા વિના પાત્રે પડયું ખપે, પછી ભલે તે માંસ પણ હાય !" એમ ફરી લાવે ને, વાપરે. વળી સંયમી મુનિઓને આ માર્ગ તીર્થકર ભગવાને ખુદે આચરેલા સંયમ-માગને અનુસરનારે છે એમાં ક્યાંય માયા–દંભ ચાલી શકતે નથી.