________________ 133 ત્યારે માંસ–ભક્ષણને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કરે, તે અહીં પણ શિષ્ટ સમાજમાં એની પ્રશંસા થાય છે, અને પરલોકમાં એની સ્વર્ગગતિ યા મોક્ષગતિ થાય છે. . “કહ્યું છે - “માંસજીને દુઃખની પરંપરા તથા અતિ ધૃણાજનક દુર્ગતિ થતી સાંભળીને, જે માણસ પુર્યોદયથી માંસાહારનો ત્યાગ કરે, તે પણ આદરપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ કરે, તે દીર્ધાયુષ્યવાળે બની રોગ-વ્યાધિથી મુક્ત રહીને સંભવતા મનુષ્યગતિમાં વિશાળ ભેગ-સુખમાં તથા ધર્મબુદ્ધિમાં, તેમજ સ્વર્ગ અને મેક્ષમાં લીન બનશે.” હવે આદ્રકુમાર મહર્ષિ કહે છે - શ્રીમાન મહાવીર વર્ધમાન સ્વામીને મુનિઓ માત્ર માંસાહારને ત્યાગ કરે છે એટલું જ નહિ, પરંતુ જીવવાને ઈચ્છતા સમસ્ત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવની દયા નિમિત્ત, પાપયુક્ત આરંભ-સમારંભને મોટો દોષ માની એને પણ ત્યાગ કરે છે; એ ત્યાગ પણ માત્ર કરણ–કરાવણ નહિ, કિંતુ અનમેદના–અનુમતિને પણ ત્યાગ રાખે છે. એટલે જ “સાધુ નિમિત્તે ગૃહસ્થાએ એવા આરંભ–સમારંભ દેષ તો નહિ આચર્યા હોય? - એમ શંકાશીલ રહે છે; અને એ એમને લાગે કે એ આહાર પાણી દાનના ઉદ્દે શથી બનાવેલ છે, તે એવા પણ આહારપાણ લેતા નથી. વળી જવાની હિંસાની શંકાથી સાવદ્ય-સપાપકિયાને ત્યાગ કરનારા તે મુનિએ બધા ય જીવોને પીડા આપવા–અપાવવાનું કે પીડામાં અનુમતિ દેવાને જીવનભર ત્યાગ રાખે છે. સમ્યગું અનુષ્ઠાન અર્થે જાગ્રત્ અને ઉદ્યત બનેલા તે મુનિઓ તેવા તેવા પ્રકારના દોષથી અશુદ્ધ આહાર