________________ 131 એમની અનુમતિ છે, એટલે એ પાપત્યાગી નથી, પણ પાપરક્ત છે. એ ભિક્ષુઓ દાનનું અપાત્ર છે, એવી પાપક્રિયામાં અનુમતિ આપનારો અને અસંયમી અપાત્રને દાન કરનારો પાપકર્મ બાંધે છે. એને વળી સ્વર્ગ ગતિ શાની હોય? આદ્રકુમાર મહર્ષિ આગળ સમજાવે છે કે - “ભાવશુદ્ધિની વાતો કરનાર બૌધમતાનુયાયી ભિક્ષુઓ એમના માટે સ્થલ કાયાના ને માંસ-લેહીથી ભર્યા ભર્યા બોકડાને મારીને. એના મરીમસાલા સાથે રાંધેલા માંસને પેટ ભરીને ટેસથી ખાય, એમનામાં ભાવશુદ્ધિ કઈ માનવી? એ એમ કહે કે. અમે તો પાપકર્મથી જરાય લેવાતા નથી, એ એમનું કથન પણ એ અનાર્ય જેવું કામ કરતા હોવાથી, અનાર્યને ધર્મ છે, અને માંસાદિ રસોમાં આસક્ત હોવાથી એ વિવેક વિનાના બાળ જીવ છે; કેમકે અનાર્ય તથા બાળ જીવો જ પાપને નહિ સમજનારા અને એવા સ્વાદિષ્ટ બનાવેલ માંસાહારના લોલુપી હોય છે. કહ્યું પણ છે - માંસાહાર કેમ અભક્ષ્ય : हिंसामूलममेध्यमास्पदमल ध्यानस्य रौद्रस्य यद्• बीभत्स रुधिराविलं कृमिगृह दुर्ग धिपूयादिजम् / शुक्रामृक्प्रभवनितान्तमलिन सद्भिः सदा निन्दितम् को भुंक्ते नरकाय राक्षससमा मांस तदात्मद्रुहः / / અર્થાત્ કણ માંસ ખાઈને પિતાના આત્માને જ દ્રોહ કરે? કેમકે માંસ (1) હિંસાથી અર્થાત્ પંચેન્દ્રિય જીવની કુર હિંસા કરીને મળે છે. વળી એ (2) અપવિત્ર છે, ને 3) રૌદ્ર ધ્યાનનું સમર્થ સ્થાન છે, તથા (4) બીભત્સ છે,