________________ 130 લાક કઈ ભાતને પ્રાણું–અંગ હોવાથી માંસ નથી કહેતું. તેમ બીજા દર્શનવાળા પણ ભાતને માંસ નથી કહેતા; અને કદાચ કેઈ નાસ્તિક ભાત અને માંસ સમાન ગણતા હોય, તો તે તો આત્મવાદી જ નથી, એટલે એમને ત્યાં દર્શન જેવું કાંઈ નથી. તેથી એનું વચન પ્રમાણભૂત નહિ. સારાંશ, તમે ભાત-માંસને પ્રાણી–અંગની દલીલથી સમાન કહે છે, તે તમારું કથન યુક્તિ-વિરુદ્ધ, લેક–વિરુદ્ધ, અને અન્ય દર્શનકારની વિરુદ્ધ છે.” કુગુરુને દાન કરનારને શે દેષ : મહર્ષિ આગળ કહે છે કે,–“તમે જે કહ્યું કે "2000 બૌદ્ધભિક્ષુઓને જે માંસ-ગળ-દાડમ સહિત ઈષ્ટ ભજન જમાડે, એ બૌદ્ધ ઉપાસક સ્વર્ગમાં જાય છે, તે કથન પણ અતિ નિંદ્ય છે; કેમકે એવું ખાનારા ભિક્ષુ “સંયમી નહિ, પણ મહા અસંયમી છે, લેહી ખરડ્યા હાથવાળા અનાર્ય જેવા છે, અને લોકમાં પણ સાધુ પુરુષની દૃણાને પાત્ર બને છે. તેમજ પરલોકમાં તે અનાથી પ્રાપ્ય ગતિને પામે છે. કદાચ પૂછે - પ્રવે- ભલે ભિક્ષ એવી અનાર્યગ્ય કુગતિ પામે, પણ એમને ભિક્ષાદાન કરનાર તો ધર્મ સાધી જાય ને? - ઉધર્મ શું સાધી જાય? પાપત્યાગી ભિક્ષુ કહેવાયા છતાં જે જીવહિંસાદિ પાપવાળી આરંભ–સમારંભની ક્રિયામાં લાગેલા છે એમને જે દાન-સન્માન આપે છે, એ એમનુંમિથ્યાત્વનું પોષણ કરી રહ્યાં છે. કેમકે એવી જવ–હિંસામય રસોઈ વગેરેનાં આરંભ–સમારંભ ભિક્ષુ માટે કરી ભેજન અનાવેલા; અને એ ભિક્ષુ ખાય છે તેથી એવી પાપ-કિયામાં