________________ પાણી વાપરતા નથી. આ એમનું તીર્થકર ભગવાને સ્વયં આચરેલ માર્ગનું અનુસરણ છે; અને એમાં ય નાને પણ અતિચાર લગાડતા નથી.” નિર્ચન્થ ધર્મ : મહર્ષિ કહે “વળી એ જુઓ કે મહાવીર ભગવાનના ધર્મમાં નિધર્મ મુખ્ય છે; કેમકે, એમાં, જીવને અસ્વસ્થ બનાવનાર જે બાહ્યઆભ્યન્તર ગ્રન્થ=ગાંઠ છે, એ છેડી નાખેલ હોય છે. બાહ્ય ગાંઠ છે ધન - માલ - મકાન વગેરે પરિગ્રહની અને આભ્યન્તર ગાંઠ છે કામ–કાધલભ વગેરે કાષાયિક મલિન ભાવોની. આને ત્યાગ કરવાથી મુનિઓ સાચા નિર્ચન્હ બનેલા હોય છે. એ કૃતધર્મ - ચારિત્રધર્મમાં અને ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મમાં જ રક્ત રહેનારા હોય છે. ચારિત્રધર્મમાં પંચ મહાવ્રત સહિત પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિનું અખંડ પાલન કરનારા હોવાથી અશુદ્ધ (દષિત) આહારને ત્યાગ કરનારા હોય છે; તથા “સમાધિ' યાને ચિત્ત-સ્વસ્થતા અને ચિત્ત–નિર્મળતાને ચુસ્ત વરેલા હેય છે. મુનિ અનિહ 3 પ્રકારે: “એટલે જ સમાધિવાળા મુનિઓ “અનિહ” હેય 'છે, અર્થાત (1) તદ્દન માયારહિત હોય છે. બાહ્યથી જેવું ઉત્તમ આચરે છે, એવી જ અભ્યત્તરમાં પરિણતિને ધરનારા હોય