________________ ર૩ર (5) લેહી ખરડ્યું હોય છે, (6) કીડાઓનું ઘર છે; વળી એ (7) દુર્ગ ધમય છે, તથા (8) માતાના શરીરમાં એણે ખાધેલા ખોરાકની બનેલી રસી વગેરેમાંથી માંસ પેદા થયેલ છે, અને (9) મૂળ પિતાના ગંદા વીર્ય અને માતાના ગંદા જેરુધિરમાંથી બનેલું છે... તેમજ (18) માંસ અત્યન્ત મલિન, તથા (11) સજ્જનોથી અતિ નિંદ્ય હોય છે. આવા માંસનું ભેજન કરવું એ સ્વાત્માને દ્રોહ કરવા જેવું છે. વળી “માં” શબ્દના અક્ષર પણ કહી રહ્યા છે કે માં” = મને, “સ” = તે, એટલે કે જેનું માંસ મારાથી અહીં ખવાય છે, તે જીવ મને પરલોકમાં ખાશે. ત્યારે મેટું અંતર જુઓ, કે “જેનું માંસ ખવાય છેએના તે બિચારાના ક્રૂર રીતે આખા ને આખા પ્રાણ જ નાશ પામી જાય છે, ત્યારે માંસ ખાનારને માત્ર ક્ષણિક તૃપ્તિ થાય છે. માટે, માંસભક્ષણમાં આ મેટા દોષ જોઈને માંસભક્ષણના નરકાદિમાં ભોગવવા પડતા દારુણ વિપાકના જાણકાર ડાહ્યા માણસો માંસભક્ષણમાં મન જ લઈ જતા નથી, અર્થાત્ મનથી એની ઈચ્છા પણ કરતા નથી, પછી ભક્ષણ કરવાની તે વાતે ય શી? એજ રીતે “ન માંસભક્ષણે દોષ?” “માંસ ભક્ષણમાં કઈ દેષ નથી” એમ જે કેટલાકે કહ્યું છે, તે પણ મિથ્યા કથન છે. પહેલાં કહેલા ઢગલાબંધ દેશવાળા માંસ અને માંસ–ભક્ષણને દોષ વિનાનું કહેવું, એ મિથ્યા નહિ, અસત્ય નહિ તે બીજુ શું ? અરે! જાતે તો માંસ–ભક્ષણ કરાય જ નહિ, બીજાને કરાવાય પણ નહિ કિન્તુ કઈ માંસભક્ષણ કરતું હોય એમાં અનુમતિ પણ ન દેવાય. એવું નિંદ્ય માંસભક્ષણ છે.