________________ 105 મુદ્દો પકડી કહે છે, " અરે ! મહામુનિ ! જે મહાવીર લાભના અથીર થઈને આ કરવાનું કરે છે, તો તે પછી એમજ કહેને કે મહાવીર એક લાભાકાંક્ષી વેપારી વાણિયા જેવા છે. જેમ વાણિયો લાભની આકાંક્ષામાં કપૂર-અગરુ-કસ્તુરી–અંબર... વગેરે કરિઆણું લઈને પરદેશ જાય. અને મેટા બજારમાં એને વેચે, તેમ તમારા મહાવીર પણ વાણિયાની જેમ પોતાને માલ લઈને દેશ દેશ ફરે છે, અને લાભ માટે એને લોકના સમૂહની વચ્ચે ખપાવે છે. આમાં નકરી વાણિયાગીરી આવી, પણ શ્રમણપણું ક્યાં રહ્યું?” આદ્રકુમાર મુનિનો સ્યાદવાદથી ઉત્તર :અહીં આદ્રકુમાર મહાત્મા કહે છે, મહાનુભાવ! તમે ભગવાનની જે વણિક સાથે તુલના કરી, તે સર્વીશે સમાનતા કહે છે? કે અંશે સમાનતા કહે છે? જે સર્વાશે સમાનતા કહેતા હો, તે તે ખોટું છે, કેમકે ભગવાન તો “વિદિતવેદ્ય” અર્થાત્ વેદ્ય પદાર્થનું યથાર્થ વેદન કરનાર અર્થાત્ પદાર્થનું હેય યા ઉપાદેય તરીકેનું જેવું સ્વરૂપ છે તેવું જ વેદન કરનારા, યાને પ્રત્યક્ષ જ્ઞાન ધરનારા છે. તેથી જ પ્રભુ સર્વ પ્રકારને સાવદ્ય અનુષ્ઠાનથી રહિત છેઃ તેથી એમને નવાં કર્મ બાંધવાની તો વાતે ય શી? ઉલટું, કર્મબંધનને તોડનારા છે. ત્યારે વણિક તો ધંધા વેપાર કરીને નવાં નવાં પાપ કર્મોને બાંધતો અને પાપ કર્મના ભાર વધારતે રહેનારે હોય છે. એવાની સાથે ભગવાનની સર્વાશે સરખામણીની વાત કરવી, એ નરી અજ્ઞાનદશા છે.