________________ 103 એ પણ જેવી પુણ્યવંતાને કરે તેવી જ દેશના નિર્ધનને પણ કરે છે - “જહા પુરૂણસ કથઇ, તહાં તુચ્છસ્સ કથઈ.” એટલે પછી આવા પ્રભુમાં રાગ દ્વેષને સંભવ કેમ જ કહેવાય ? "(6) અનાર્યદેશમાં ન જવામાં અનાર્યો પ્રત્યે ભગવાનને કેઈ દ્વેષ નથી, કિન્તુ એ છે બિચારા શુભ આર્ય ક્ષેત્રથી બહિષ્કૃત, તથા આર્યભાષાથી બહિષ્કૃત, અને આના જેવા પુણ્યકર્મથી બહિષ્કૃત હોવાથી ભગવાન જેવાનાં દર્શન જ શું, દર્શનની ઈચ્છાથી પણ વંચિત રહેનારા હોય છે. એટલે ભગવાન એમની પરિસ્થિતિ જ આવી જુએ છે કે - “એમને ધર્મદેશનાથી કશે સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તિને લાભ થાય એમ નથી. એમને લાભ થવાની સંભાવના પણ નથી,” તેથી નિરર્થક પ્રવૃત્તિરૂપ અનાર્ય દેશમાં ગમન કરીને દેશના આપવાનું કરતા નથી. કજાતિના, યવનજાતિના...વગેરે વગેરે અનાર્યો મહામિથ્યાષ્ટિ હોય છે, એ તો માત્ર વર્તમાન સુખને જ જેનારા હોય છે, તેથી (1) દીર્ઘદશી નહિ; (2) પરલેકને માનનાર જ નહિ; (3) સધર્મથી તદ્દન જ પરાડુ મુખ, એટલે (4) ધર્મ પામવાની ચેગ્યતાવાળા પણ નહિ. ત્યાં ભગવાન જઈને શું કરે ? ત્યાં પ્રભુની ધર્મદેશનાથી એ જીને કશે જ ઉપકાર થાય નહિ, એટલે જ ત્યાં ન જવામાં કાંઈ એમ ન કહેવાય કે, “પ્રભુને એ દેશ કે એ જીવો પ્રત્યે દ્વેષ છે, તેથી ત્યાં જતા નથી.” તેથી જ એવું જે કહ્યું કે “મેટ-મેટા શાસ્ત્ર