________________ 101 (1) પ્રેક્ષાપૂર્વકારી” વિચારપૂર્વકના કાર્ય કરનારા, એટલે સાર્થક સફળ જ પ્રવૃત્તિને આચરનારા છે. તેથી જ અનાર્યદેશમાં ગમન વગેરે નિરર્થક પ્રવૃત્તિ કરનારા નહિ. એ તો જે વિચાર વિનાની પ્રવૃત્તિ કરતા હોય, એ જ અનિષ્ટ નિષ્ફળ પ્રવૃત્તિ કરનારા હોય છે. ભગવાન તો સર્વજ્ઞ સર્વદશી એટલે બાલિશ ચેષ્ટાવાળા નહિ, કે આંધળિયા પ્રવૃત્તિ કરનારા નહિ; એટલે જ ધર્મદેશના કરે છે તે બીજાઓને સારું લગાડવા કે એમનું મન રાખવા નહિ, યા લોકેમાં પોતાનું ગૌરવ વધે પ્રતિષ્ઠા જામે એટલા માટે પણ નહિ; કિન્તુ. (2) “જ્યાં ભવ્ય જીવે પર ઉપકાર થવાનું દેખે ત્યાં જ વિહાર કરનારા, અને ઉપકારક દેશના દેનારા પ્રભુ પ્રૌઢ છે. તેથી જ ભગવાન અનાર્ય દેશમાં જઈ દેશનાએ રેલાવતા નથી. કેમકે, ભગવાન જુએ છે કે - આ અનાર્ય જીવોનું બિચારાનું જીવદળ જ હમણાં એવું અપાત્ર-કુપાત્ર છે, કે એ ધર્મદેશના ઝીલવાને બદલે એની હાંસી કરી વધુ પાપ બધે! મૂળમાં રેગ્યતા જ નહિ, અને પાછું ભારેકમી પણું હોય, ત્યાં બેસવું એ ભેંસ આગળ ભાગવત જેવું થાય. પ્રેક્ષાપૂર્વકારી પ્રૌઢ સર્વજ્ઞ ભગવાન એવી નિષ્ફળ બાલિશ પરઅહિતકારી ચેષ્ટા શાની કરે? તેથી “ભગવાન ભયથી અનાર્ય દેશમાં નથી જતા” - એ આક્ષેપ જ ખોટો છે. ભગવાન ઠામ ઠામ વિચારીને ઉપદેશ કરે છે, તે કાંઈ લોકમાં શાબાશી લેવા નહિ. એટલે તે કેવળજ્ઞાનથી સભાના દિલના બધા સંશય જાણવા છતાં ભગવાન કાંઈ એ બધાનાં નિરાકરણ કરવા નથી બેસી જતા. પ્રભુ તે એમને કોઈ સંશય પૂછે, અને જવાબથી એને ઉપકાર થાય એવું દેખે, તે જ એને જવાબ આપવાનું કરે છે. ત્યારે,