________________ , ગશાલક કહે છે ભલે તમારા તીર્થકર મહાવીરને તમે ગમે તેવા માને, પરંતુ હકીકતમાં એ ભયભીત છે; કેમકે એ ધર્મ– શાળાઓમાં યા ઉદ્યાનમાં રહેતા-કરતા નથી, કારણ કે એમને ભય છે કે, “અહીં તે જુદાજુદા દર્શનવાળા શાસ્ત્રવિશારદ સંન્યાસીઓ આવે, અને એમની સાથે વાદ કરવા પડે! એમાં એ દર્શનીઓના લાંબા લાંબા તર્ક-સિદ્ધ પ્રતિપાદનોની સામે તેવા પ્રબળ તર્ક–પૂર્ણ જવાબ ન રફેરવાથી કદાચ નિરુત્તર થઈ જવું પડે તો? પિતાના સિદ્ધાન્તનું ખંડન થઈ જાય તો ?" આવે, અથવા એ સંન્યાસીઓમાં કેટલાક નિષ્ઠિત ગવાળા હેઈ મૌનવૃત્તિ હૈય, તો “એમની આગળ પોતાના વાચાળપણાને લીધે પિતાની છાયા ઝાંખી પડી જાય તો?” એવો મહાવીરને ભય છે. , વળી હે આદ્રકુમારમુનિ ! તમારા તીર્થકરને એ પણ હાથ છે કે ધર્મશાળાઓ કે ઉદ્યાનમાં એવા મેધાવી અર્થાત્ શાસ્ત્રગ્રહણ–ધારણમાં સમર્થ, તથા આચાર્યો પાસે સારુ શિક્ષણ પામેલા, તેમજ ઔત્પાતિકી (હાજર જવાબી) બુદ્ધિ, નચિકી બુદ્ધિ વગેરે ચાર પ્રકારની બુદ્ધિના નિધાન, તેમજ સૂત્ર-અર્થેના યથાર્થનિશ્ચયવાળા પંડિત ગૃહસ્થ ચ ત્યાં આવે, તે “એમની સાથે વાદમાં શે પહોંચાય? શી રીતે છતાય?” એવા ભયથી મહાવીર એવામાં રહેતા કરતા નથી. તેથી એવા ભયવાળા મહાવીરને માર્ગ સરળ યુક્તિસિદ્ધ અર્ગ શાને કહેવાય? વળી મહાવીર રાગદ્વેષવાળા પણ છે, કેષ્ટ, અનાર્થ