________________ 108 સ્ત્રીસંબંધ-અબ્રામાં ગાઢ આસક્ત હોય છે, તેમજ (3) રિટી અને વિષયસુખ માટે અહીં તહીં ભમતાં હોય છે. આવા વાણિયાને અમે તે શબ્દાદિ વિષયોમાં ગાઢ બુદ્ધિવાળા અને અનાર્ય જેવા કર્મો કરનારા, માટે જન્મથી ભલે આય પરંતુ કરણથી અનાર્ય તરીકે જોઈએ છીએ. તેમજ એ રસ - ત્રાદ્ધિ - શાતા ગારમાં અત્યન્ત ચિટકેલા દેખાય છે. " જ્યારે વીતરાગ તીર્થકર ભગવાન તો આ બધા પાપથી તદ્દન મુક્ત છે, એમની સરખામણી વાણિયા સાથે કરી જ કેમ શકાય? પૂછે, “પ્ર - પણ લાભની કાંક્ષા બંનેને હોય છે તો એ દ્રષ્ટિએ સરખા નહિ? * ઉ૦- અરે ! “વાણિયા લાભ માટે દેશાટન કરનારા, એ રીતે ભગવાન પણ લાભ માટે દેશાટન કરનારા” એમ કહી ભગવાનને વાણિયા સાથે સરખાવતાં પહેલાં, એ તે જુઓ કે, વાણિયા લાભ કેવા કરે છે? કય-વિકય તથા રાંધવા -રંધાવવા વગેરે પાપભર્યા સાવદ્ય અનુષ્ઠાનમાં તથા હિંસામય આરંભ-સમારંભ, અને ધન–ધાન્યાદિના પરિગ્રહમાં લાગ્યા રહીને વાણિયા તે પોતાના આત્માને જ દંડી નાખે એવા અસત્ આચારોની પ્રવૃત્તિથી ચતુર્ગતિમય સંસારના ચિરકાળ-ભ્રમણને લાભ કરે છે! જે એને દીર્ધાતિદીર્ઘ કાળ દુઃખ ભોગવવા માટે થાય છે. ત્યારે ભગવાનને લાભ તે