________________ [31] બૌદ્ધ ભિક્ષુઓ સાથે ચર્ચા હવે મહર્ષિ ભગવાનની તરફ ચાલવા માંડે છે. ત્યાં વચમાં શાક્યપુત્રીય અર્થાત્ બૌદ્ધભિક્ષુકે આદ્ર. કુમાર મહર્ષિને વિંટળાઈ વળે છે, ને વાદ માંડે છે. બૌદ્ધ ભિક્ષકોએ આદ્રકુમાર સાથે ગોશાળકને વાદ સાંભળેલું, કેમકે ઉદ્યાનમાં એ સંવાદ બને અને તમાશાને તેડું નહિ, એમ બૌદ્ધભિક્ષુઓ તમારી સમજી સ્વતઃ રુચિથી એ સાંભળવા આવેલા એટલે હવે એ બૌદ્ધભિક્ષુઓ આ કુમાર મહષિને કહે છે - “હે આદ્રકુમાર !તમે સામાના વાણિયાના દષ્ટાન્તને છેટું ઠરાવી બાહ્ય અનુષ્ઠાનને દૂષિત કર્યું, દોષપૂર્ણ કરાવ્યું, તે સારું કર્યું; કેમકે બાહ્ય અનુષ્ઠાન તે તુચ્છ છે, અકિં. ચિત્કર છે; ને એનાથી મેક્ષ સધે, ન સંસાર. સંસાર અને મોક્ષમાં પ્રધાન કારણભૂત તો અંતરંગ અનુષ્ઠાન છે, આત્મિક ભાવ છે. અમારા સિદ્ધાન્તમાં એનું જ વર્ણન કરેલું છે. એટલે હે આદ્રકુમાર રાજપુત્ર! તમે સાવધાન બનીને એ સાંભળે, અને સાંભળીને મનમાં ધારણ કરી રાખો.” એમ કહીને હવે બૌદ્ધભિક્ષુ પિતાના બૌદ્ધ ધર્મને સિદ્ધાન્ત રજુ કરે છે, એ કહે છે બૌદ્ધ-સિદ્ધાન્ત : અંતરંગ ભાવની મહત્તાનાં બે દુષ્ટાન્ત :“માનો કે સ્વેચ્છાદિના દેશમાં કેઈ બહારને માણસ