________________ "124 તે એમાંથી અંકુર ઉત્પન્ન થાય છે. ખૂબી એ છે, કે એ વનસ્પતિ બીજમાંથી જ અંકુર બને છે, પરંતુ એની સાથે સાથે રહેલા કાંકરા વગેરેમાંથી અંકુર નથી પ્રગટતો. આ સૂચવે છે કે, કાંકરા કરતાં બીજમાં વિશેષતા છે. વિશેષતા -આ, કે કાંકરે જડ અચેતન છે, ત્યારે બીજ સચિત્ત સચેતન છે. એમ ઝાડ પર, ધરતી પર કઈ છેદ કરે, તો કાલાન્તરે એ છેદ એ પૂરાઈ જાય છે કે છેદનું નામનિશાન રહે નહિ. કારણ એ છે કે, જેમ બાળક ખોરાક ખાતું ખાતું મેટું થાય ત્યારે એના હાથ, આંગળી, મેં, કાન વગેરે અવયવ વધે છે, લાંબા પહોળા મોટા થાય છે પરંતુ ત્યાં પહેલાં જે નાના અવયવ તેના, એના પર વધેલા ભાગને - કાંઈ સાંધે નથી દેખાતે; કેમકે, જીવ-શક્તિના હિસાબે જ ખોરાકમાંથી તે તે અવયવના જેવા અણુ પૂર્વનામાં સર્વેસર્વા જોડાઈ જાય છે. બસ એ જ રીતે ઝાડ, પર્વત, વનભૂમિમાં છેદ થયેલા ભાગમાં જીવશક્તિથી જ ખોરાકમાંથી તેવા તેવા આણુ પૂર્વની સાથે સર્વેસર્વા જોડાઈ જાય છે, એટલે સાંધે નથી દેખાયે. આ એમાં સ્વતંત્ર જીવવતુ હોય તે જ ‘ઘટે. એટલે સ્વતંત્ર અલગ જીવવસ્તુ સાબિત થાય છે. એમ, જેવી રીતે માણસ ખાય તે એનું શરીર પ્રફુલ્લિત દેખાય છે, અને ઉપવાસ કરી ન ખાય તે સુસ્ત દેખાય છે, એમ ઝાડ પાનમાં પણ એવું જ છે. એને ખોરાક પાણી મળે તે પ્રફુલ્લિત; નહિતર કરમાયેલા ચીમળાયેલા જેવા દેખાય છે. આ ખોરાક લેવા પચાવવાનું જીવ જ કરી શકે છે, જડ નહિ. માટે જીવ ગયા પછી મડદું એ કશું