________________ 122 આદ્રકુમાર મહષિ શાક્ય (બૌધ) ભિક્ષુને કહે છે - શું આ “સંસાર–મેચકમત” સજ્ઞાન મત છે? એમ હોય તે તો એ મત માનનારે પોતાની કોઈ હિંસા કરવા આવે એને અટકાવવું ન જોઈએ, બલ્ક એમ કરવા સામાને પ્રેરણા કરવી જોઈએ જેથી સામાને પુણ્ય લાભ થાય. પરંતુ એમ તે એ કરતા નથી. એટલે જ બીજા ની હિંસા કરવામાં ભાવશુદ્ધિ માનવી, એ સરાસર અજ્ઞાનદશા છે, અને અજ્ઞાન દશામાં રમતાને ભાવશુદ્ધિ હાય જ નહિ. ભાવને જ મહત્વ આપનારને બાહ્ય અમુક જ વેશ કેમ? : વળી હે બૌદ્ધભિક્ષુ ! જે બાહ્ય અનુષ્ઠાનનું કશું જ મહત્વ નથી, અને કેવળ ભાવ શુદ્ધ અર્થાત્ અંતર ગ અનુઠાન જ મહત્વનું છે, તો પછી તમે આ શિરમુંડન, મુખમંડન, પાતરામાં જ પિડગ્રહણ, અમુક પ્રકારનો જ વેશ... વગેરે તથા ચિત્યકર્મ વગેરે જે બાહ્ય અનુષ્ઠાન કરે છે, એ નિરર્થક ઠરશે! અને પ્રેક્ષાવાન પુરુષે નિરર્થક પ્રવૃત્તિ નહિ કરવી જોઈએ તે શું આ બાહ્ય વેશ વગેરે બધું છોડી દેશે? સારાંશ, એકલી ભાવ–શુદ્ધિ કાંઈ કરી શકે નહિ, તેમજ અજ્ઞાન અવિવેકવાળામાં ભાવશુદ્ધિ સંગત પણ થઈ શકે નહિ. જેમકે, પૂવે કહ્યું તેમ, કાપડે ઢાંક્યા પુરુષને તપાસ કર્યા વિના ખોળને પિંડ માની એને ભાલાથી વિંધી અગ્નિમાં રાંધી એનું માંસ ખાવામાં ભાવશુદ્ધિ કેમ કહેવાય? જે અહિંસાના શુદ્ધ ભાવ રાખવા છે, તે પહેલાં જ તપાસ કરવી જોઈએ કે કપડામાં શું ઢંકાયેલ છે? ચેતન પદાર્થ કે અચેતન પદાર્થ ? એ તપાસ કરવાને પહેલે વિવેક જ જ્યાં નથી, ત્યાં તે