________________ 121 રહી? એ તે સરાસર મેહમૂઢ અજ્ઞાનદશા જ છે, ભયંકર અશુદ્ધ ભાવ છે, અને એથી ખાનાર અને ખવરાવનાર બંનેને અ-બેધિ માટે થાય છે! તે અહીં પણ બેધિ મળે નહિ; અને રાચીમાચીને અવિવેકભરી મૂઢતા કરી, તેથી ભવાંતર માટે પણ બેધિ ન મળે ! જે “ખોળપિંડની બુદ્ધિથી પુરુષને પકાવવામાં પાપ નથી” એમ કહે છે, અને એવું જે સાંભળે છે, અને સ્વીકારે છે, એ બંને વર્ગ વાળાનું એ કથન અને સ્વીકાર તદ્દન જ અનુચિત છે. આવું અનુચિત વર્તન,મૂળમાં નવકેટિએ હિંસાને ત્યાગ નહિ, તેમજ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અને જ્ઞાનમૂલક ક્રિયા નહિ, એના લીધે છે. એથી ત્યાં ભાવશુદ્ધિનું સરાસર દેવાળું જ છે. મહષિ કહે છે - ભાવશુદ્ધિ કેનામાં હોય એ સમજવા જેવું છે. અજ્ઞાનથી મતિ આવરાયેલી હોય, મેહમૂઢ હોય, એવા માણસમાં ભાવશુદ્ધિ હવાને સંભવ જ નથી. નહિતર “સંસારમેચક” વગેરે મતવાળાનો પણ કર્મથી મોક્ષ થઈ જાય !" સંસારચક મત : સંસારમેચક” મત એમ કહે છે કે “જેમ નરકના જીવને પરમાધામી પીડે છે તે એ જીવને કર્મોની ઉદીરણા થઈ થઈને ઘણાં કર્મનો નાશ થાય છે, એવી રીતે અહીં જીવની હિંસાથી એને કર્મ–ઉદીરણા થઈ થઈને ઘણાં કર્મ નાશ પામે છે. એટલે એનાં ઘણા કર્મ નાશ પામે, એ ભાવથી હિંસા કરવામાં ભાવશુદ્ધિ છે!”