________________ 109 સ્વયં નિષ્પાપ પ્રવૃત્તિ તથા કર્મહાસને અને ભવ્ય જીવોને સત્રવૃત્તિમાં જોડવાનું હોય છે.” લાભ-લાભમાં આકાશ-પાતાળનું અંતર:આદ્રકુમાર મહર્ષિ આગળ વધીને કહે છે - હે મહાનુભાવ! વાણિયે ય લાભ માટે ભમે, અને પ્રભુ પણ લાભ માટે ભમે. એમ એકલે “લાભ” શબ્દ પકડીને ભગવાનની વાણિયા સાથે સમાનતા કહેતા પહેલાં, એ પણ જુઓ, કે વાણિયાને લાભ, તે શું ધનને એકાતે લાભ જ થાય છે? ના, એમાં અનેકાન્ત છે. ધન–લાભ તે થાયે ખરે, ને ન પણ થાય. બીજું એ પણ જુઓ કે જ્યાં કદાચ ધન-લાભ થયો, તે તે લાભ શું આત્યન્તિક છે?” અર્થાત્ લાભ હવે શાશ્વત કાળ માટે રહેનાર છે? કે અના ત્યતિક છે? અર્થાત્ એને ય એક દિવસ નાશ થાય? અંત આવે? કહેવું જ પડે, છેલ્લે મૃત્યુ આવતાં તે એનો અવશ્ય અંત આવે છે. એટલે લાભ આત્યન્તિક નથી. આમ વાણિ યાને થતે લાભ અન્નકાન્તિક અને અનાત્યન્તિક છે, તથા અનર્થદાયી છે. એ લાભ કયાં ? અને પ્રભુને થતા લાભ ક્યાં? ભગવાનને તો જે લાભ થાય છે, તેમાં (1) પહેલા તે દિવ્ય જ્ઞાનને કેવળજ્ઞાનનો લાભ, અને પછી (2) ધર્મદેશનાથી પિતાને કર્મક્ષયને અને અંતે મેક્ષને લાભ થાય. છે. તે લાભમાં પિતાને મેશગમનની તૈયારી અને નિકટભવી જીવોનું દીર્ઘ દુઃખદ સંસાર-ભ્રમણથી રક્ષણ,- આ બે. લાભ ધરનાર ભગવાનની નિવિવેકી વાણિયા સાથે તુલના. કઈ બુદ્ધિ પર કરાય છે?”