________________ 11 હોય છે, જ્યારે મહાવીર ભગવાન તે તુણરાશિ કે રત્નરાશિ પ્રત્યે, ને માટીના ઢેફા કે સુવર્ણ લગડી પ્રત્યે, સમાન દષ્ટિવાળા હોય છે. એમના મનને “એક છે અને બીજું સારુ-કિંમતી,” એવું છે જ નહિ. તેથી સમવસરણને ઉપભંગ કરે ત્યારે પણ “એ રજત–સુવર્ણ-રત્નમય સમવસરણ, માટીના ટેકરા કરતાં સારું કિંમતી,”—એવું પ્રભુને લાગતું જ નથી. પ્રભુ એના પ્રત્યે લેશ પણ આકર્ષણ–અશંસા–મમત્વ ધરાવતા નથી. એટલે જ પ્રભુને હિંસાની કશી અનુમતિ નથી. અહીં પૂછે - ઉપગ છતાં આશંસા કેમ નહિ,: પ્ર– ભલે પ્રભુને આશંસા ન હોય, પણ દેએ પ્રભુ માટે સમવસરણ બનાવ્યું, ને પ્રભુ એને ભેગવે એટલે આધાકર્મ સેવ્યાને પ્રભુને દોષ તો લાગે જ ને? વળી બીજી વાત એ છે કે જે પ્રભુને સમવસરણની આશંસા નથી, તે શા માટે એને ઉપગ જ કરે છે? “ઉ૦ - દેવતાઓ પ્રભુ માટે સમવસરણ બનાવતા જ નથી, પરંતુ દેવતાઓ જિનપ્રવચનની ઉદ્દભાવના અર્થાત્ પ્રભાવના કરવાના અથી છે; અને એ પ્રવચન–પ્રભાવના કરવાનું તો જ બને કે જે ભવ્ય છે આવા સમવસરણ જેવા કેઈક આકર્ષણથી અહીં પ્રભુ પાસે દોડતા એટલે કે હરખભેર આવે, ને પ્રભુની ધમ–દેશના પ્રભુનું ધર્મ-પ્રવચન સાંભળે. એ સાંભળે એટલે એમના દિલમાં પ્રભુનાં વચન જ જાય, જિનવચન પર શ્રદ્ધા થાય, અને તદનુસાર ચણાતિ અમલ કરે, એજ પ્રવચનની પ્રભાવના થઈ કહેવાશે.