________________ TO (3) “પ્રભુ આવા અનંતજ્ઞાની છતાં ગંભીર કેટલા મધા ! એટલા માટે તે કોઈ અનુત્તર વિમાનવાસી દેવને કે અહીંના કેઈ મનઃપયયજ્ઞાનીને સંશય પડે, ને અને મન ભગવાનને પૂછે, તો ભગવાન પણ મૌનપણે મનોમન અર્થાત્, દ્રવ્યમનથી જ એને ઉત્તર કરી દે છે. પરંતુ સભામાં જાહેર કરીને નહિ કે “જુઓ ફલાણો મને આ પ્રશ્ન પૂછે છે, એને ઉત્તર હું આપું છું !" કેમકે પ્રભુ વીતરાગ હોવાથી ગંભીર છે. રાગ-દ્વેષ રહિત હોવાથી એમને કઈ માનાકાંક્ષા નથી, છેતાલોકમાં કઈ વડાઈ લેવી નથી. (4) એટલે તે ભગવાન પરહિતૈક–રક્ત, જેમ જેમ ભવ્ય જીને ઉપકાર થતો દેખે તેમ તેમ ધર્મદેશના દ્વારા ઉપકારનો પુષ્પરાવર્ત મેઘ વરસાવી રહ્યા છે. એટલે તે ઉપકાર થવાને હોય તે પ્રભુ સામે જઈને પણ ધર્મદેશના કરી ઉપકાર કરે છે. ભગવાન મુનિસુવ્રતસ્વામી એક રાતમાં 60 જન ચાલીને ભરૂચ પધાર્યા અને ધર્મદેશના આપી! કેમકે ભરુચના રાજાના અશ્વરત્નને એથી ઉપકાર થવાનું પ્રભુએ દેખેલું. એથી ઊલટું, (5) ભગવાન વીતરાગ હેઈ, સામે જવાની વાત તે નહિ, પણ ધર્મદેશના કરી દીધા પછી પ્રભુ સ્થાને બેઠેલા હેય ત્યાં ય મૌન બેસે છે! પણ ઉપદેશ કર-કર-ર્યા કરવાનું કરતા નથી. આ જોતાં દેખાય છે કે, પ્રભુને કઈ રા–-દ્વેષ નથી. માટે ચક્રવર્તી શું, કે ભિખારી શું, સૌના પ્રત્યે સમદષ્ટિવાળા હોવાથી “આશુપ્રજ્ઞ છે, યાને સર્વજ્ઞ પ્રભુ પૂછળે કે વગર પૂછયે ઉપકાર દેખાય ત્યાં ધર્મદેશના કરે છે.