________________ કજ્ઞાન-કુયુક્તિ-કુમાર્ગ–કુદષ્ટિ વગેરે દોષને ત્યાગ કરનાર અને તેનું માર્ગદર્શન કરનારે, એ પણ મિથ્યાભિમાની કે - નિંદક શાને ગણાય ? વસ્તુ સ્થિતિએ જોતાં તો એકાન્તવાદી ઈતર દશનવાળા જ પોતપોતાના દર્શનની એકાન્તસિદ્ધાન્ત ઉપર રચાયેલી માન્યતાઓ સાચી સાબિત કરવા માટે વિરુદ્ધ માન્યતાવાળા એકાન્તવાદી ઇતર દર્શનકારોનું ખંડન કરે છે. આમ પરસ્પરના ખંડનમાં મિથ્યાભિમાન ને પરસ્પરની નિંદાને પોષે છે. ત્યારે ભગવાન મહાવીરસ્વામી તો અનેકાંતવાદી છે, એટલે એ તો ઢાલની બંને બાજુ બતાવે છે, પછી એમને કોઈની નિંદા કરવાની રહેતી નથી... સ્યાદવાદ માટે ઢાલની બે બાજુનું દષ્ટત : ફિટેલા જુવાનનું બાવલું હતું અને એના એક હાથમાં હાલ બીજા હાથમાં તલવાર હતી, એ ઢાલની આ બાજુ ચાંદીથી રસેલી, અને બીજી બાજુ સોનાથી રસેલી હતી. હવે બંને બાજુએથી એકેક ઘેડેસ્વાર આવ્યો, ચાંદીની બાજુએથી આવનાર સામેથી સેના તરફની બાજુએથી આવનારને કહે - “અરે જવાન ! જે તે આ ચાંદીની ઢાલ કેવી સરસ શોભે છે!” ત્યાં આ બીજે યુવાન કહે “અરૈમૂર્ખ ! આ તો. સોનાની ઢાલ છે. એની તને ઓળખ પડતી નથી, ને આને ચાંદીની કહે છે? પહેલે કહે, “અરે! ઓળખ તે મને નથી? કે તને નથી? ચેખી ચાંદીની ઢાલને સોનાની કહે છે? કેવું - હડહડતું જૂઠ?” '