________________ અમે કઈ શ્રમણ કે બ્રાહ્મણની હલકાઈ કરવાની બુદ્ધિથી એના ઘણાસ્પદ અંગે પાંગ કે વેશનું ઉદ્ઘાટન નથી. કરતા કે “આ લુલિયે, આ લંગડો,” અમે તે માત્ર એના. દર્શનને પ્રગટ કરીએ છીએ કે “એમનું દર્શન આવું આવું માને છે, ત્યારે એમના જ શાસ્ત્રમાં “બ્રહ્મા લૂનશિરા. હરિશિ સહગૂ, વ્યાલુપ્ત શિરને હર...” આ લેક લખ્યું હોય અથતુ એમાં આવું બતાવ્યું હોય કે “બ્રહ્મા. છેડાયેલા મસ્તકવાળા છે, વિષણુ આંખે રેગવાળા છે, મહાદેવ. લુપ્તલિંગવાળા છે, વગેરે,” તો એમનાં જ શાસ્ત્ર શું પોતાના દેવની નિંદા કરે છે? કે વસ્તુસ્થિતિ બતાવે છે ? તે અમે રજુ કરીએ એમાં શું અમે નિંદા કરી? અમે તે એમના. જ આગમાં લખેલું કહીએ છીએ. એમના આગમેએ એ. સિદ્ધ હકીકત તરીકે લખી છે; ને અમે તો માત્ર એના શ્રોતા. છીએ, એટલે અમે તો એમના જ શાસ્ત્ર કહેલાને માત્ર અનુવાદ કર્યો.” આદ્રકુમાર મહર્ષિએ આમ ગોશાળાને મહાવીર પ્રભુ પર મિથ્યાભિમાની અને નિંદક તરીકેને આક્ષેપ દૂર કરતા. વાસ્તવમાં એકાન્તવાદી દર્શને જ પરસ્પરથી વિરુદ્ધ માન્યતાઓ ધરાવી અને પરસ્પરના ખંડનમાં પડી વાસ્તવમાં એ એકાન્તવાદી ઈતર દશનકારે જ મિથ્યાભિમાની અને નિંદક બને છે એમ સિદ્ધ કર્યું. યુક્તિવિરુદ્ધ એકાન્તગર્ભિત સિદ્ધાન્ત માનીને “અમારા જ દર્શનમાં પુણ્યમાર્ગ છે,* એમ કહેવું એ મિથ્યા અભિમાન નહિ, તે બીજું શું છે?” મહર્ષિએ એ રીતે મહાવીર ભગવાન પર આક્ષેપ દૂર કરવા ઉપરાંત પ્રભુને અનેકાન્ત ગર્ભિત સિદ્ધાન્તના