________________ નિર્દોષ બોલે તે જ પરહિત થાય, ન બોલે તે અજ્ઞાન અબૂઝ જીવનું હિત ન થાય; માટે એમણે તો બેલવું એજ ગુણરૂપ છે, એમના માટે મૌન એ ગુણરૂપ નહિ. ગોશાળક આમાં પાછે પડ્યો, એટલે હવે ભગવાનના દાખલાથી પિતાનું સમર્થન કરે છે - ગશાળક કહે છે: તે પછી જેમ તમે તીર્થકરને પરહિત–પ્રવૃત્તિ અર્થે અષ્ટપ્રાતિહાર્ય–શભા, શિષ્ય–સંપત્તિ, ધર્મ–દેશના વગેરે હોવાનું દોષરૂપ માનતા નથી, એમ અમારા સિદ્ધાન્તમાં ભિક્ષુને કાચું પાણી, સચિત્ત ધાન્ય, આધાકર્મ (ભિક્ષુ નિમિત્તે બનાવેલ) ભિક્ષા, અને સ્ત્રી વગેરેને ઉપભેગ પણ દોષરૂપ નથી માન્ય; કેમકે એ ભિક્ષુના શરીરનું પોષણ કરનારા છે, અને શરીર એ ધર્મને આધારે હોવાથી એ. દોષ અપ કમબંધ કરાવનારા છે. કારણ કે, એનાથી શરીરનું પાલન થઈને શરીર દ્વારા એ મહાન પુણ્યદાયી ધર્મના પિષક બને છે.” આદ્રકુમાર મુનિ કહે છે, આ તમે જે કાચું પાણી, કાચા શાકભાજી, આધાકર્મ આહાર, સ્ત્રી–પરિગ વગેરે કહ્યાં, તે તે ગૃહસ્થના. લક્ષણ છે, શ્રમણના નહિ, ભિક્ષુના નહિ. એટલે તમારા ભિક્ષુ તો નામ અને આકાર યાને વેશમાત્રથી ભિક્ષુ છે, શ્રમણ છે, પણ ગુણથી શ્રમણ નહિ. ગોશાલક કહે– “કેમ ગુણથી શ્રમણ નહિ અને ગૃહસ્થ જેવા” એમ