________________ એ કર્મોનું વેદન એમને કરવું જ પડે. એ કરવામાં એમને ધર્મદેશના ય દેવી પડે, ને તીર્થ–સંઘ-સ્થાપના ય કરવી પડે. એ રીતે જ એ કર્મો ભેગવાઈ ભગવાઈને નષ્ટ થતા જાય છે. એટલે આ કર્મનાશના અર્થે એમને એ કર્મો એ રીતે ભેગવી લેવાં પડે, એમાં એ આભ્યન્તરથી નિસંગ નિરાશંસ હોવાથી એમના એકાકીપણાને કે વાસંયમને કશી આંચ આવતી નથી. કદાચ કહે - પ્ર - ભલે કર્મોદયથી અષ્ટપ્રાતિહાર્યાદિ હો, પરંતુ મન ન રાખતા ભાષણ કરવા જાય એમાં તો આશંસા આવી ને? આશંસા છે માટે તો બેલે છે. વળી બેલવામાં દોષોને સંભવ પણ છે, જેવા કે અસત્ય અસભ્ય કર્કશ શબ્દ.... તો આવું ભાષણ શું કામ કરે? અને જો આ દોષ ન લાગતા હોય, તે પહેલાં પણ ભાષણે કરવા હતા, મૌન શા માટે રાખ્યું ? અગર પહેલાં દોષથી બચવા મૌન રાખેલું, તો હવે મૌન કેમ છોડયું? મૌન છોડ્યું એજ શિથિલતા આવી ને? ઉ૦- આ સવાલ અણસમજનો છે. પહેલાં કેવળજ્ઞાન યાને સંપૂર્ણજ્ઞાન નહોતું તેથી ભાષાના એ દોષને પૂરે ખ્યાલ નહોતો તેથી મૌન રાખતા; પણ હવે કેવળજ્ઞાન થયું એટલે ભાષાના દોષને પૂરે વિવેક પ્રગટી ગયે, તેથી હવે જીને આ દુઃખદ ભવસાગરમાંથી ઉદ્વાર અથે બેલે એમાં મૌન છેડયું એ દેષરૂપ નહિ, શિથિલતારૂપ નહિ, પણ ગુણરૂપ છે. કેમકે ભગવાન વીતરાગ સર્વજ્ઞ થયા એટલે કૃતકૃત્ય બની ગયા, હવે પિતાને કશું કરવાનું–સાધવાનું બાકી નથી રહેતુંતેથી પ્રભુ હેવે પરહિતમાં જ પ્રવૃત્ત રહે છે. અને