________________ અને સાધના કરતા, ને અત્યારે પણ આ મેટો પરિવાર છતાં ભગવાન સ્વયં રાગાદિથી મુક્ત હોવાથી આત્માનું કશું પિતાનું માન્યું જ નથી, તેથી સ્વયં એકાકી જેવા જ છે. આમાં કયાં પરસ્પર વિરુદ્ધ આવ્યું ? બંને અવસ્થામાં દિલથી એકત્વ જ અનુભવી રહ્યા છે, એકાકી જ છે. પૂછે - પ્ર–આટલે મેટો સાધુઓ, સાધ્વીઓ, દેવતાઓ વગેરેને પરિવાર છતાં ભગવાન એકાકી? ઉ –હા, સાચું એકાકીપણું દિલમાં કશાનું મમત્વ ન હોય એ જ છે, તો ભગવાન પાસે અત્યારે આટલે મેટો પરિવાર દેખાય, છતાં ભગવાનને એ કશાનું જ મમત્વ નથી, આશંસા નથી. સાધના કરતી વખતે ય આશંસા નહોતી, અને અત્યારે વીતરાગતા અને કૈવલ્ય સિદ્ધ થયાની અવસ્થામાં ય કશી આશંસા નથી. આમ એમનામાં પૂર્વે શું કે અત્યારે શું, ભાવથી વાસ્તવિક એકાકીપણું જ વતી રહ્યું છે. પૂર્વ છદ્મસ્થ અવસ્થામાં ચાર ઘાતી કર્મોને ક્ષય મુખ્ય સાધ્ય હેવાથી મૌનવ્રત અને એકાકી વિહાર હતો. પછીથી ઘાતી સર્વ નષ્ટ થયા તેથી સાધના–અવસ્થા પતી, સિદ્ધ અવસ્થા થઈ; એટલે કેવળી અવસ્થામાં તીર્થંકર નામકર્મ અને ચાર અઘાતી કર્મ ભેળવીને જ ક્ષીણ થાય એવા હેવાથી, એ તીર્થકર નામકર્મને વિપાકેદયથી ભેગવટારૂપે ધર્મદેશના દેવી પડે છે, તીર્થની અને સંઘની સ્થાપના કરવી પડે છે, તેમ દેવતાઓને પરિવાર પણ એમને કર્મવિપાકરૂપે ભગવો જ પડે છે. સવાલ થાય,