________________ “વળી જુઓ, વર્ધમાન પહેલાં મૌન રહી સાધના કરતા હતા, પણ હવે સારા સંસ્કાર-સન્માન મળે, અને સારા આહારાદિ મળે, એ માટે આજીવિકા જેવી ધર્મદેશનાઓ આપ્યા કરે છે. આમ પૂર્વ સાધનાની અને ત્યાગ કરીને આ બીજી ઉપદેશની ચર્યા સ્વીકારી, એથી જણાય છે કે તમારા તીર્થકર પિતાની સાધનામાં પોતાના કર્તવ્યમાં શિથિલ અને અસ્થિર બન્યા છે. તે હે આદ્રકુમાર મુનિ ! મારે તમને પ્રશ્ન છે કે જે અત્યારની આઠ પ્રતિહાર્યની શોભા વગેરે ભેગવવાની અને ઉપદેશ આપવાની ચર્ચા મોક્ષના કારણભૂત હોય, તો પૂર્વે જે કષ્ટદાયક ચર્યા આદરી તે માત્ર કલેશ આપનારી અની! ત્યારે એ જે કર્મ–નિજરાની કારણભૂત હોવાથી પરમાર્થરૂપ હતી, તો એ છેડીને હાલની શિથિલાચારની ચાલતી ચર્યા બીજાઓને ઠગવા માટે જ એક દંભરૂપ છે. ત્યારે જે પૂર્વના મૌનવ્રતથી ધર્મ થતું હતું, તે એ છેડી આ મેટા ઠાઠમાઠથી દેશના દેવાનું શું પ્રજન? અને જે આવી દેશનાથી જ ધર્મ થતું હોય, તે પૂર્વે મૌન–સાધનાની શી જરૂર હતી ? આમ એક બાજુ એકાકીપણે મૌનવ્રત, અને બીજી બાજુ આ ઠઠારા સાથે ધર્મ, દેશના, એ બે પરસ્પર વિરુદ્ધ છે. હે આદ્રકુમાર મુનિ ! જે પૂર્વની મૌન સાધના અને એકાકી વિહાર જ કલ્યાણ કરનાર હતા, તે તે હંમેશાં એને જ પકડી રાખવા હતા; અને જે આ મેટા પરિવારથી વિંટળાયેલાપણું જ શ્રેયકર હોય તે તે પૂર્વે