________________ કરતાં સ્પષ્ટ ફરક છે એ તે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. પછી આમાં એકાકીપણું હેવાનું કેમ કહે છે?” આદ્રકુમાર મુનિ કહે - એ જે ફરક દેખાય છે, એ તે બાહ્યથી ફરક છે કે, હવે પ્રભુ પહેલાંની જેમ એકાકી નથી. પરંતુ પ્રભુની આંતરિક આભ્યન્તર આત્મસ્થિતિ જુઓ તે કશે ફરક નહિ દેખાય. પૂર્વે પ્રભુ એકાકી હતા, એમાં જેમ છદ્મસ્થ છતાં કેઈના પર એમને મમતા–આશંસા નહતી, એમ અત્યારે પણ આંતરિક સ્થિતિમાં વીતરાગ હોવાથી પ્રભુને કોઈના પર કશી મમતા–આશંસા નથી. પૂર્વે જેમ એકાકીપણે ઉજજવળ લેક્શા હતી, એમ અત્યારે પરિવારની વચ્ચે પણ પૂર્વના જેવી જ ઉજજવલ લેહ્યા છે.” ગોશાળ કહે - આવા અષ્ટ પ્રાતિહાર્યના ઠઠારા સાથે રહેવામાં શુકલેશ્યા હોય? કે અભિમાન?” આકુમાર મહાત્મા કહે - પ્રભુએ કામ કોધાદિ આંતર શત્રુઓને સર્વથા નાશ કર્યો છે, અર્થાત આત્મામાંથી જડમૂળમાંથી એ દોષોને ઊખેડી નાખ્યા છે, એટલે અષ્ટ–પ્રાતિહાર્યની શોભા હેવામાં એમને કશું અભિમાન કે અહંકાર નથી હોતો. બાકી અષ્ટ પ્રાતિહાર્ય કઈ જાતે ઊભા નથી કર્યો, પણ પૂર્વભપાજિત ઉત્કૃષ્ટ પુણ્ય કર્મના ઉદયે એ સરજેલ છે. એમાંય પ્રભુ સ્વયં તો વીતરાગ હોઈ રાગ–મમત્વ આદિથી રહિત છે તેથી તે એમને પિતાના શરીરની ય મમતા નહિ,