________________ એટલે એ પોતાના શરીરના ય કશા શેભા–સંસ્કાર નથી કરતા; નહિતર તે જે આવા ભારે ચમત્કારિક શભાભર્યા અષ્ટ–પ્રાતિહાર્યની મમતા હોય, તે શું પિતાના શરીરની મમતા ન હોય? શું મમતાથી શરીરના ભા–સંસકાર ના કરતા હોય ? પરંતુ ભગવાનને અસલમાં કશે રાગ કશી. મમતા છે જ નહિ, પછી અષ્ટ પ્રાતિહાર્યને ય રાગ મમતા. શાના હોય? અને જુઓ ભાગ્યવાન ! કહ્યું પણ છે કે, रागद्वेषौ विनिर्जित्य किमरण्ये करिष्यसि / अथ नो निर्जितावेतौ, किमरण्ये करिष्यसि / / અર્થાત્ જે રાગ-દ્વેષ જીતી લીધા છે, તે હવે જંગલમાં રહીને શું કરીશ? અને જે નથી જીતી લીધા છે. જંગલમાં રહીને ય શું કરીશ ? તાત્પર્ય, વનવાસ સેવીને ય જે રાગદ્વેષ નથી કાવ્યા. તે એવા વનવાસની એકાકીપણાની શી કિંમત? શી. સફળતા રહી? માટે કહે, વનમાં છે કે જન વચ્ચે હે, મુખ્ય કામ તે કષાયજ્ય વગેરે કરીને રાગદ્વેષ હટાવવાનું છે, રાગદ્વેષ જીતીને વીતરાગ બનવામાં મુખ્ય અંગ મુખ્ય સાધન એ ઇન્દ્રિયજય-કષાયજય આદિ જ છે, કિન્તુ ખાલી વનવાસ અને એકાકીપણું નહિ. ભગવાને એ ઈન્દ્રિય–કષાયજયની સાધના કરીને સમસ્ત ઘાતી-કર્મોને નાશ કરી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પછી સમસ્ત લેકના હિત ખાતર ધર્મદેશના આપે એમાં, જેમાં પહેલાં મૌનપણામાં ય કશી આશંસા નહોતી, એમ હવે ય એમને કશી આશંસા નથી.