________________ પણ એ જ આદરવું હતું. આમ મહાવીરની ચર્યા પૂર્વાપર વિરુદ્ધ દેખાય છે.” ગોશાળાએ આદ્રકુમાર મુનિ આગળ મહાવીર ભગવાનની વિરુદ્ધ પિતાની હૈયા વરાળ કાઢી. હવે આદ્રકુમાર મહામુનિ એને શાંતિથી સટ જવાબ કરે છે, ગશાલકને આદ્રકુમાર મુનિને સચેટ પ્રત્યુત્તર હે ગોશાલક! તમે એ સમજી લે કે આજે તમે પરસ્પર વિરુદ્ધ ચર્ચા દેખાડે છે, એમાં મેટો ફરક છે એ સમજવાને છે, કે મહાવીર ભગવાનની પહેલાં છદ્મસ્થપણાની સાધક અવસ્થા હતી, અને એથી કૈવલ્ય પ્રાપ્ત થયું હેવાથી હવે આ પછીની જીવન-મુક્ત જીવન–સિદ્ધ અવસ્થા છે. પહેલાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરનારી સાધના કરવાની હોવાથી મૌનવ્રત અને એકાકી વિહાર હતે. પછીથી કેવળજ્ઞાન સિદ્ધ થયું હોવાથી હવે તીર્થંકર નામકર્મ સહિત ચાર અઘાતી કર્મો ભેગાવીને તેને ક્ષય કરવાનું મુખ્ય હેવાથી, એ માટે મેટા પરિવારથી પરિવરેલા તેઓ ધર્મ— દેશના આપે છે. તીર્થંકર નામકર્મ એ જ રીતે ભગવાઈને પૂરુ થાય છે. આ અઘાતી કર્મો કાંઈ તપથી ક્ષય ન પામે. તપથી ક્ષય પામે એ તો ઘાતી કર્મ. અઘાતી કર્મો તે આ રીતે ભેળવીને જ ક્ષીણ કરવા પડે.” ગેશળ કહે,–“તેથી શું ? એમાં પૂર્વ ચર્યા અને વર્તમાન ચર્યામાં પરસ્પર વ્યાઘાત નથી દેખાતે ?" - આદ્રકુમાર મુનિ કહે –“ના વ્યાઘાત નથી, કેમકે બંને ચર્યામાં ભગવાન રાગ-દ્વેષ રહિત હોવાથી એકત્વ ભાવનાને એાળંઘી જતા નથી. પૂર્વે પણ એકત્વ ભાવનાથી વિચરતા