________________ 8 .. પ્ર–પણ મહાવીર રેજ ને રોજ દેશના દેતા હોવાથી વાર્ક્સયમ કયાં રહ્યો ? ઉo-વાણી–પ્રયોગ દોષરૂપ તે ત્યાં છે કે જ્યાં એ જ (1) જીવોની હિંસામાં નિમિત્તરૂપ હય, અથવા (2) અસંયમને પિષક હેય. કિંતુ અહીં તો પ્રભુ ત્રસ–સ્થાવર જીની રક્ષા કરવાના સ્વભાવવાળા હોવાથી, તેમ જગતના જી પાસે પણ રક્ષા કરાવવાના ઉદ્દેશવાળા હોવાથી, એમનો વચનપ્રાગ હિંસામાં જરાય નિમિત્ત બનતો નથી. પ્રભુ તો માહણ” છે, તેમજ પ્રભુ બાર પ્રકારના તપને આચરનારા હિોવાથી જરાય અસંયમ આચરનારા નથી હોતા. પ્રભુએ તો રાગદ્વેષનો સર્વથા ક્ષય કર્યો હોવાથી એમને લાભ–પૂજા –ખ્યાતિ વગેરેને કઈ રાગ કે કોઈ આશંસા યા કોઈ જ આકર્ષણ નથી હોતું. એટલે, ભગવાન દેશને આપે છે એ કઈ રાગથી નહિ, પણ જના હિત માટે આપે છે. એટલે એમને વાસંયમ જ છે. વાણુને અસંયમ તે રાગ-દ્વેષથી વાણીને પ્રયોગ થતે હેય ત્યાં હેય. જગતના ઠેઠ એકેન્દ્રિય સુધીના જીવની રક્ષા થાય, એમને અભયદાન મળે, અને એ જીવેની રક્ષા કરનાર જેનું કલ્યાણ થાય, એ માટે ઉપદેશ આપવામાં વાણીને અસંયમ કેણુ સુજ્ઞ માને? તે તે પછી તમે તમારા તત્ત્વના ઉપદેશમાં જનું હિત માની ઉપદેશ કરતા હે, તે તે પણ વાણુને અસંયમ કરશે!