________________ મહાવીર ભગવાનને ભેટવા આદ્રકુમાર 50 નવા મુનિઓ સાથે ચાલી રહ્યા છે, અને હવે રાજગૃહી નગરની નજીકમાં આવી પહોંચે છે. ત્યાં એમને શાળા, બૌદ્ધ ભિક્ષુયજ્ઞહિંસક બ્રાહ્મણે, અને હાથી ખાઉં તાપસે સાથે ચર્ચામાં ઊતરવું પડે છે. સૂયગડાંગ સૂત્રમાં એ ચર્ચા મૂકી છે. એ ચર્ચા તાત્વિક અને સમજવા જેવી મને રમ હોવાથી આપણે એને સંક્ષેપમાં વિચાર કરીએ. ગશાળે 500 મુનિઓથી પરિવરેલા આદ્રકુમાર મહામુનિને પૂછે છે - “આ તમે ક્યાં ચાલ્યા?” આદ્રકુમાર મહાત્મા કહે, “વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ત્રિભુવનગુરુ શ્રી મહાવીર ભગવાનના વંદનાદિ કરવા જઈએ છીએ.” * ગોશાળ કહે, “અરે! તમે એ વર્ધમાનને ઓળખતા. નથી ?" મુનિ પૂછે - “કેમ એમ કહે છે?” ગોશાળક કહે - “જુઓ વર્ધમાન (1) પહેલાં એકાન્તચારી હતા તે હવે મોટા પરિવાર રસાલા સાથે વિચરે છે ! (2) પહેલાં તપશ્ચરણમાં ઉદ્યત હતા, તે હવે નિત્યજી બની ગયા છે ! (3) પહેલાં મૌન જ રાખતા હતા, તે હવે આજીવિકા માટે દેવ-મનુષ્યની મેટી સભામાં ભાષણ કરતા થઈ ગયા છે ! આમ વર્ધમાન કડક આચારો પડતા મૂકી શિથિલાચારી થઈ ગયા છે. એમના શરણે તમારે જવું છે ? એવા શિથિલાચારી પાસેથી શું પામશે ?" ગોશાળાએ રજુઆત કેવી યુક્તિ પૂર્વકની કરી!