________________ ભગવાન પહેલાં (1) એકાન્તચારી (૨)મવી અને (3) મૌન રહેતા, એ એમની કડક આચાબદ્ધતા સૂચવે છે. ત્યારે હવે (1) પરિવારચારી, (2) નિત્યજી , અને (3) આજીવિકાથે ભાષણ કરનારા બન્યા. એ એમને સ્પષ્ટ શિથિલાચાર છે.” આ સાંભળતાં અણજાણ છે બિચારા ભરમાઈ જ જાય કે “ત્યારે તે મહાવીર ખરેખર શિથિલાચારી જ બની ગયા !" - ગોશાળે મહાવીર ભગવાનના ઉપકારને પામેલો છે, છતાં એને અવગણીને હવે એ ભગવાનની કેવી નિંદા કરે છે ! મેહનીય કર્મ વિચિત્ર અને માથાભારે છે. એ જીવની પાસે ઉપકારીને પણ નિંદવા, હલકા પાડવા, વગેરે અધમ પ્રવૃત્તિ કરાવે છે. સાધુ જે ભાન ભૂલે તો સાધુ પણ પરમ ઉપકારી ગુરુની નિંદામાં પડી જાય ! તેમ ગૃહસ્થ પણ ઉપકારી મા–બાપનું વેતરનારા બની જાય. આજે કેટલાય ગૃહમાં આ ભરપૂર દેખાય છે, કે મા–બાપને એમના તરફથી ત્રાસ હોય. કળિકાળ કેમ જીવને દુર્ગતિ-પ્રેરક બને છે ? આમ જ; ઉપકારીને દ્રોહ, પૂની આશાતના, ધર્મની હલકાઈ વગેરે કરાવી દુર્ગતિ-પ્રેરક બને છે. આજે કેટલાય છોકરાએ મહા–ઉપકારી મા–બાપને દ્રોહ કરતા દેખાય છે ને? કેટલાય શેઠિયા તથા બેલકણાઓ પૂજ્ય સાધુ-સાધ્વીની. અવગણના-આશાતના કરી રહ્યા છે ને? એમ કેટલાય જી. જમાનાવાદ– નાસ્તિકવાદ–જડવાદના પવનમાં ફસાયા જાતે ધર્મની નિંદા કરે છે, હલકાઈ ગાય છે, અથવા તો ધર્મ કરનારા કેટલાક જીવન એવું જીવે છે કે જેથી ધર્મની ને.