________________ [30] ગોશાળા સાથે ચર્ચા ભગવાન મળવા કેટલા બધા મેંઘા : જુઓ ભગવાનના દર્શન–વંદન કેટલાં મેંઘા છે! આદ્રકુમાર જ્યારે અનાર્ય દેશમાંથી આર્ય દેશમાં આવ્યા અને મુનિ બન્યા ત્યારથી ઝંખના હશે કે “મહાવીર પ્રભુને ક્યારે ભેટું!” પણ પછી તે ચારિત્ર મૂક્યું ને વીસ વરસ લગભગ સંસારમાં રહી આવ્યા ! હજી સુધી ભગવાન નથી મળ્યા ! વીતરાગ ભગવાન મળવા કેટલા મેંઘા છે? એ આજે પણ તમે દુનિયાભરના માણસો સામે જુઓ તો ય ખબર પડે; અને જે મન પર આ રહ્યા કરે કે “ભગવાન મળવા કેટલા બધા મેંઘા છે!” તો પછી સવારે ઊઠીને ભાવથી ભગવાન યાદ કરાય, ભગવાનના વારંવાર દર્શન–વંદન-પૂજનની ઊલટ રહે, ઉત્સાહ રહ્યા કરે. મંદિરમાં ગયા, બહુ ભગવાનને પરિવાર જોઈ હૈયે હરખ હરખ થાય. કોઈપણ કામ કરતા પહેલાં ભગવાન ઝટ યાદ આવે. એક પાણીનું પવાલું મેંઢે લગાડતાં ય ભગવાનને યાદ કરી ભગવાનને નમસ્કાર કરાય કે “નમે અરિહંતાણું.” આ બધું કયારે બને ? આ જગતમાં અરિહંત ભગવાન મળવા કેટલા બધા મોંઘા છે? એ હૈયામાં સચોટ બેસી ગયું હોય તે દરેક કાર્ય પૂર્વે ભગવાન યાદ આવી “નમે અરિહંતાણું ? યાદ કરાય, ભગવાનને ઉપકાર મન પર આવે.