________________ 71 મહાપાપ નહિ એટલે એને ધોવા માટે ચારિત્રની શી જરૂર?” એમજ તમારા મનને ને? - જનમથી જૈનધર્મ મળે છે, થોડો દયા–દાનાદિ ધર્મ કરાય છે, ને એમાં પંચેન્દ્રિય-હિંસા નથી, કે ચોરી છિનારી નથી, એટલે મન પર જાણે એવી છાયા પડી ગઈ કે “મારે તે પાપ બહ ઓછાં, તે ચારિત્રની શી જરૂર છે? ચારિત્ર વિના ચાલે ! ત્યારે “જીવનમાં મારે પાપ ઓછાં છે મારે ચારિત્ર વિના ચાલે,” આ માનવું કેવું ગોઝારું છે? કદાચ માને કે આ જીવનમાં પાપ બહ ઓછાં કર્યા હોય, ઓછાં કરતા હું, છતાં પૂર્વ જન્મોનાં પાપકર્મો આત્મા પર કેટલા બધા લદાચેલા પડયા છે? એને વિચાર છે રે ? બેલે, જીવનમાં પાપ વધારે કેને ? પ્રભુને કે તમારે ? ભગવાનને પોતાના છેલ્લા ભવમાં જીવનમાં પાપ કેટલા કરવાના હેતા હશે ? તમારા કરતાં વધારે પાપથી એ જીવન જીવતા હશે ? તમારે તે કામ– કોલેજ, માન-માયાઈર્ષ્યા, હિંસા-જૂઠ–ચેરી, વગેરે સામાન્ય હશે? અને પ્રભુને બહુ જોરદાર હશે ? કે ઉલટું છે? પ્રભુને તે કહો, કામ કોધાદિ નહિ જેવા, છતાં પ્રભુએ મનને માંડવાળ નહિ કરી કે “આપણે પાપ બહ ઓછાં છે, ચારિત્ર વિના ચાલશે.” કેમ એમ ન માન્યું? કહો! પ્રભુને પોતાના આત્મા. પરના પૂર્વના અગણિત પાપકર્મો ચેટેલાને ખ્યાલ છે, એનાં નિકાલ વિના જનમ-મરણના ફેરા ઊભા છે, અને એને નિકાલ સંયમથી-ચારિત્રથી જ થાય—એવું પ્રભુ સમજે છે. તેથી પ્રભુએ માંડવાળ ન કરતાં ઘર છેડ્યું, વહાલસોયું કુટુંબ છેડયું, માલમિલ્કત બધું છોડયું, અને ચારિત્રપંથે નીકળી પડ્યા.