________________ ૭ર એ જીવનમાં બહુ ઓછા પાપવાળા મેટા તીર્થકર " ભગવાન જેવાને ચારિત્રની જરૂર પડી, અને બહુ પાપપ્રપંચભર્યા જીવનવાળા તમે, તમારે ચારિત્રની જરૂર નહિ? તેથી તે તમે પ્રભુને મહાત્યાગ જેઈને પણ પાપ છોડવાની માંડવાળ કરે છે? માંડવાળ કરતા નહિ, અરે ! આ 500 ચેરે સામે તો જુઓ, એ અનાર્ય દેશમાં જન્મેલ એટલે જમે જેન નથી, તેમજ ગુરુના બહુ ધમ–ઉપદેશ સાંભળ્યા નથી, પણ અહીં માત્ર મહાત્મા આદ્રકુમાર પાસે આ ધર્મ સાંભળવા મળે, એટલામાં ચોરોસીધા સાધુ થઈ જાય છે! તે શાહુકાર એવા તમારે એ પરથી ધડો લેવા જેવો નથી? - આ જે નજર સામે હોય તો મનને એમ થાય કે “એ ચેરે હોઈને ય સાધુ થઈ શકે છે, તે શું હું શાહુકાર હિઈને સાધુ ન થઈ શકું?” 500 ચેરે મુનિઓ બની ગયા. 500 મુનિ સાથે મહર્ષિ વિહાર: એમની સાથે આદ્રકુમાર મહાત્મા ભગવાન શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા માટે ચાલ્યા, તે રાજગૃહીના નજીકના ઉદ્યાનમાં પહોંચ્યા.