________________ મહષિ એ ઠીક જ કહ્યું કે “દુર્લભ અને મહા-કિમતી. મનુષ્ય અવતારે એકમાત્ર ધર્મ જ કરવા લાયક છે, અને ધર્મમાં પણ પાંચ મહાવ્રતો જ આચરવા જેવા છે, કેમકે ધર્મ મહાવ્રતમય છે. એ મેં લીધા છે, ને તમે પૂવે મારા. ભક્ત હતા, તે હવે પણ સ્વામિભક્ત બની મારા માર્ગને. અપનાવી લે.” ચોરની સુવિચારણું : ચેર મહર્ષિની આ વેધક વાણું સાંભળીને ગદ્ગદ થઈ ગયા ! કેમકે એમણે જોયું કે “આ સ્વામીને ઘરે શી. ખોટ હતી? રાજા થવાની તૈયારી હતી, એ છેડી આવું ધર્મ, મય કઠોર જીવન એમણે સ્વીકાર્યું એ કેટલું બધું કપરું ! કેટલો બધો મહાત્યાગ! તો આપણે શું કામ બાકી રાખીએ?” ચોરે મહષિને કહે છે, “આપ અમારા સ્વામી જ છે.. આપ જેમ કહે તેમ કરવા અમે તૈયાર છીએ.” મહર્ષિ કહે છે, “તમે મારા જેવા થઈ જાઓ, ચારિત્ર લઈ લે.” ચોરની દીક્ષા : બસ, ચરો તરત તૈયાર થઈ ગયા. અને એમણે ત્યાં જ ચારિત્રદીક્ષા લઈ લીધી, સાધુ બની ગયા ! જેજે, સાધુ કોણ બને? ચાર કે શાહુકાર? અહીં સાધુ બને છે! ને તમે શાહુકાર હજી પાપઘરમાં બેઠા છે ! કારણ કાંઈ? મનને આવું જ કાંક હશે ને કે “ચેરે બિચારા. બહુ પાપમાં પડેલા હતા. એટલે એમણે તે ચારિત્ર લેવું જ જોઈએ. જેથી એ મહાપાપ ધોવાઈ જાય; ને અમારે એવા.