________________ શોધન કરી મનને નિર્મળ બનાવવા દ્વારા આત્માનું વિશુદ્ધિકરણ કરવું જોઈએ. સંક્ષેપમાં ધર્મ : ટુંકમાં કહીએ તો (1) દયા, (2) દેવ-ગુરુભક્તિ, (3) 'જિનવાણી–શ્રવણ, (4) કષાયશમન, (5) ઇન્દ્રિયદમન, અને (6) મન:શુદ્ધિકરણ, આ દ્વારા આત્મ–વિશુદ્ધિકરણ એ માનવભવનાં કર્તવ્ય છે. આગળ આદ્રકુમાર મહર્ષિ કહે છે - "केनापि पुण्ययोगेन मानुष्यकमवाप्यते / प्राप्तस्य च तस्य फलं धर्मः स्वर्गापवर्गदः // " અર્થાત્ “કોઈક એવા પુણ્યના યોગે મનુષ્યપણું મળે છે; અને મળેલા એ માનવજનમનું ફળ ધર્મ છે, કે જે સ્વર્ગ અને મોક્ષદાયી છે.” વાત પણ સાચી છે કે પૂર્વે કહેલા જીવદયા, જિનભક્તિ.....વગેરે ધર્મ પશુ આદિ તિર્યંચના અવતારમાં નહિ, કિન્તુ મનુષ્ય અવતારમાં જ આચરી શકાય છે, તે પછી કોઈ વિશિષ્ટ પદયે મળેલા મનુષ્યભવનું ફળ ધર્મ જ હોય; અર્થાત્ મનુષ્ય–જન્મ રૂપી ક્ષેત્રમાં ધર્મને જ પાક ઉગાડે જોઈએ. ચોરેને મહર્ષિ આગળ કહે છે,–“જુઓ ભાગ્યવાને! જિનેશ્વર ભગવંતોએ જીવ પર દયા–અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને જ ધર્મ કહ્યો છે. તેથી જો તમે સ્વામિભક્ત છે, તે મારા માર્ગને આશ્રય કરે. તમને ખૂબ જ સુખ મળશે.”