________________ આદ્રકુમાર પડ્યા છતાં અલિપ્ત : હવે કેમ? ઝંખના કરનારી, સમૃદ્ધિવાળી અને રૂપાળી શ્રીમતી, એ કેટલીય તપસ્યાથી આદ્રકુમારને અહીં પતિ તરીકે લાવી હોય, એ હવે આદ્રકુમાર મળી ગયા પછી એમની સેવામાં કેવી ઊભી રહે? અરે ! આદ્રકુમારનું માત્ર મુખારવિંદ જોઈ જોઈને પણ કેટલી બધી રાજીની રેડ થતી હેય! ત્યારે પ્રેમથી બીજી ય સેવાઓ કેટલી આપતી હોય? સમૃદ્ધિને પાર નથી. બાપની સમૃદ્ધિ તો ખરી જ, ઉપરાંત પેલી રત્નોની વૃષ્ટિ થયેલી યા સાડાબાર ઝાડ સોનૈયા વરસેલા એ સંપત્તિ હતી. કેટલી જંગી સમૃદ્ધિ! એથી ભેગસાધને કેટલા ઊંચામાં ઊંચી કોટિના, અને ભરચક પ્રમાણમાં હાજર હોય? આવી ઉચ્ચ સાધન–સામગ્રી સાથે રૂપસુંદરી શ્રીમતી ખૂબ પ્રેમ અને ભક્તિભર્યા દિલથી સેવા કરતી હોય, ત્યાં આદ્રકુમારની જગાએ બીજે કઈ હોય તે કેવું ભેગલંપટ બની જાય? પરંતુ અહીં આદ્રકુમાર કેવી રીતે રહે છે? ખૂબ સંયમી થઈને અને હૈયાથી અલિપ્ત જેવા રહીને રહે છે!