________________ પીડાતે મરીને કર્મના ગંજ ઉપાડી આ વિરાટ ભવસાગરમાં એકલે જ ડુબી જીય છે ! તે ભાગ્યવતી ! આ શું બોલે છે કે અમારું શું થશે? હું કદાચ ચારિત્ર ન લઈને ઘરમાં બેસી રહે, તે પણ મારે - મૃત્યુ તો આવવાનું. તે મારા મૃત્યુ પછી મારું શું થશે ? એ વિચાર તમને કેમ નથી આવતો? એવા અવસ્થંભાવી સર્વવિયાગને કરાવનાર મૃત્યુને જોતાં શું જોઈને અહીં “મારા પતિ, મારા પિતા, મારું ઘર, એમ મારાપણું કરાતું હશે? 'अन्यो जीवे भवेद् यत्र, देहात् तत्र गृहादिकम् / कथ मे मे तनुर्गेह कलत्रं कुरुतेऽगवान् ? // જીવ જ્યાં કાયાથી ય જુદો છે, ત્યાં ઘર–સગા વહાલા બધાથી ય જુદો છે એ સ્પષ્ટ દેખાય છે, તે જીવને એ કાયાદિ બધું જ છોડીને જવું પડે છે ! તે પછી શું જોઈને જીવ - “મારી કાયા, મારું ઘર, મારી પત્ની” એમ મમત્વ કરતો - હશે? એમ કરવું એ ય શું જીવની મૂર્ખાઈ નથી? મૂઢતા નથી? જિંદગીભર મારી મારી કરેલી કાયા પર પણ, મૃત્યુ - પછી, જે કશે અધિકાર નથી કરી શકાતો, તે ઘર-કુટુંબી પર પરલોક જતાં ક્યાં અધિકાર કરી શકાવાને ? જ્ઞાની કહે છે - કાયા-કુટુંબાદિ બધું દુ:ખનું ઉત્પત્તિસ્થાન :ટું-ધનથી ન્યાદ્રિ પર્વ દુલમુમન્ , હિં અન્ય ચ સર્વ જર્મ પતિ સ ધીઃ - અર્થાત તમે આ જુઓ કે “આ કુટુંબ અને ધન-ધાન્યાદિ