________________ પાર નહિ! આમાં ભાવી કઈ દશા?” –આમ આને ત્રાસ લાગી જાય, તો હમણાં ચારિત્રના ભાવ થાય. પણ પેલાને ત્રાસ નથી થતું, ઊલટું પિસા પરિવાર અને મનગમતા વિષમાં હુંફ લાગે છે! ઠંડક લાગે છે ! શાતા અનુભવાય છે ! પછી શું કામ ચારિત્રના ભાવ થાય ? ત્યારે આદ્રકુમાર આમે ય સંસારમાં બન્યા-ઝળ્યા રહેતા હતા, એમાં પત્ની–પુત્ર આગળ કબૂલેલી મુદત પૂરી થઈ, એટલે તે હવે હૈયે સંસારના પાપને અને દુર્ગતિભ્રમણને ત્રાસ વધી ગયે, એટલે ચારિત્રને નિર્ધાર કરી દિધે. સવારે પત્નીને કહે છે,- “કબૂલેલા બાર વરસ વીતી ગયા છે, હવે હું દીક્ષા લઈશ.” પત્ની શ્રીમતી આ સાંભળી રેવા જેવી થઈ ગઈ, દીનતાથી કહે છે, તમે દીક્ષા લેશે તો પછી તમારા વિના મારું શું થશે? આ પુત્રનું શું થશે ?" પત્નીને ભવ્ય ઉપદેશ આદ્રકુમાર કહે “બાઈ ! કેમ તું આમ બેલે છે? આ - જગતમાં કોણ કેવું છે? કઈ કોઈનું નથી. જે તે પિતપોતાના કર્મોના અનુસારે બીજાની સાથે સંગ પામે છે, અને કર્મના અનુસાર પાછા એવા છૂટા પડી જાય છે કે ભવેના ભએ ભેગા જ થાય નહિ. એમાં વચમાં વળી બીજા બીજા જીવોના સંગમાં આવી “મારા, મારા” કરી જીવનના અંતે છૂટા પડવું જ પડે છે. કર્મસત્તા આગળ જીવનું શું ઊપજે છે?” જ્ઞાનીઓ પણ કહે છે,