________________ દ્વારા) ત્યાગ કરીને મોક્ષ પણ પામે છે. માટે હે જીવ! તું ધર્મનું ભાવથી શરણું લે, અને પિતાનું માનેલું ઘર છોડ. આદ્રકુમાર પત્ની શ્રીમતીને કહે છે - આ બધું જોતાં–વિચારતાં તને લાગશે કે બધું જ્યારે જીવને એકલાને જ કરવાનું, ભેગવવાનું, અને છૂટવાનું હોય છે, તે પછી “મારા વિના તમારું શું થશે” એ. ચિતા તમારે કરવી નકામી છે, અને “તમારા વિના મારું શું થશે” એ ચિતા મારે ય કરવી નકામી છે. સૌએ પિતે જ પોતાના આત્માની ચિંતા કરવાની છે, અને તેથી જ સૌએ એકબીજાના સારામાં સમર્થન જ કરવું જોઈએ, તો તમે હવે મારા ઉત્તમ કાર્યમાં વિન ન કરતાં સંમત થઈ જાઓ.”