________________ બધું ય દુઃખની ઉત્પત્તિ છે જેમાંથી એવું છે, અર્થાત એ બધું ય દુઃખનું જ ઉત્પત્તિ–સ્થાન છે. દેહ-શરીર પણ શું આપે છે? રોગ-પીડા-મજુરી—કષ્ટો વગેરે ! એ, દેહ છે, તો જ આવે છે, મતલબ, દેહના લીધે જ એ ઊભા થાય છે. ત્યારે ધનધાન્યાદિના પરિગ્રહમાં દુખ-કષ્ટ–સંતાપ ઊભા થવાનું પૂછવું જ શું ? આમ છતાં જે દુબુદ્ધિ માણસ આ દેહાદિને પિતાના માને છે, પોતાના વહાલા તરીકે જુએ છે, એ કેવલ કર્મોથી જ ભારે થાય છે; અને એ કર્મ લઈને પરલોક જતાં એની કેવી દુર્દશા થાય ! એ એકત્રિત કરેલાં કર્મોના ગંજના ગંજને લીધે કેટકેટલા દારુણ વિપાક એને ભોગવવા પડે! એ સમજી શકાય એવું છે. આજે નજર સામે નાના મોટા અસંખ્ય છે જે પાર વિનાના જાલિમ દુઃખ ભેગવી રહ્યા છે, એ પરથી કલ્પી શકાય એવું છે. એ તે અહીં જીવ એકમાત્ર ધર્મ જ કરીને એને પુણ્યરૂપે સાથે લઈને જાય, તો જ એને પરલોકે સ્વર્ગાદિના સુખ જોવા મળે. કહ્યું છે,"एको धर्ममुपार्जितं च विवुधः कृत्वा स्वयं गच्छति स्वर्ग, पापमुपायं घोरनरक दुःखाकर प्राणभृत् / 'एको दुःखततिं ह्यसारमपि सो त्यक्त्वा च मुक्त्यालयम् तस्मात् त्वं भज भावतो हि शरण धर्म, त्यज स्वगृहम् / / અર્થાત્ વિબુધ-સુજ્ઞ જીવ એક જ સ્વયં ધર્મનું ઉપાર્જન કરીને સ્વર્ગમાં જાય છે. ત્યારે જીવ એકલે જ પાપ ઉપાર્જન કરીને દુખ–ભરપૂર ઘર નરકમાં સિધાવે છે! તેમ જીવ એકલે જ અસાર દુઃખ--વિસ્તારને (સંયમ